: ૧૮ : આત્મધર્મ : આસો : ૨૪૯પ
• તેને ભોગોની આકાંક્ષા નથી તેથી તે નિષ્કાંક્ષ છે. (૨)
• ધર્મ અને ધર્માત્માઓ પ્રત્યે તેને ગ્લાનિ નથી તેથી તે નિર્વિચિકિત્સ છે. (૩)
• દેવ ગુરુ–ધર્મમાં કે વસ્તુસ્વરૂપમાં તેને મૂઢતા નથી તેથી તે અમૂઢદ્રષ્ટિવંત છે. (૪)
• ધર્માત્માના દોષને ગૌણ કરીને ઉપગૂહન કરે છે ને ગુણની વૃદ્ધિ કરે છે તેથી તે
ઉપગૂહનગુણસહિત છે. (પ)
• પોતાને તેમજ બીજા ધર્માત્માને ધર્મની ડગવા દેતો નથી પણ ધર્મમાં સ્થિર કરે છે,
એવું સ્થિતિકરણ અંગ છે. (૬)
• રત્નત્રયધર્મ અને ધર્માત્માઓ પ્રત્યે વિશેષ પ્રીતિરૂપ વાત્સલ્ય છે. (૭)
• પોતાની શક્તિ મુજબ ધર્મનો મહિમા પ્રગટ કરીને તેની પ્રભાવના કરે છે. (૮)
–પોતાના શુદ્ધઆત્માની અનુભૂતિસહિત આવા આઠ અંગોનું પાલન કરવું તે
સમ્યક્ત્વનું આચરણ છે. ચોથા ગુણસ્થાને ધર્મીને આવા સમ્યક્ત્વ–આચરણરૂપ પ્રથમ
ચારિત્ર હોય છે. ત્યારપછી નિજસ્વરૂપમાં ઠરતાં મુનિદશારૂપ વીતરાગભાવ ખીલે ત્યારે
સંયમના આચરણરૂપ બીજું ચારિત્ર હોય છે. –આવા બંને ચારિત્ર તે મોક્ષનું કારણ છે.
મુનિધર્મ કે શ્રાવકધર્મ બંનેમાં સમ્યગ્દર્શન તો મુખ્ય હોય જ છે. તે સમ્યગ્દર્શન
શાશ્વતસ્વભાવના આશ્રયે થયેલું છે; સમ્યગ્દ્રષ્ટિનાં પરિણામ શુદ્ધ જ્ઞાતાદ્રષ્ટા સ્વભાવમય
હોય છે. આવા શુદ્ધસ્વભાવના અનુભવનો વારંવાર અભ્યાસ કરવાથી જ્ઞાનમય
શુદ્ધઆત્મા પ્રગટ થાય છે એટલે કે કેવળજ્ઞાન થાય છે.
ચારિત્ર
સમ્યગ્દર્શન થઈ ગયું પછી
ચારિત્રનું શું કામ છે? –સમ્યગ્દર્શનથી જ
મોક્ષ થઈ જશે એમ કહીને કોઈ
ચારિત્રનો અનાદર કરે તો તે મિથ્યાદ્રષ્ટિ
છે, સ્વછંદી છે. સમ્યગ્દર્શન પછી પણ
ચારિત્રદશા અંગીકાર કરે ત્યારે જ મુક્તિ
થાય છે; અને સમ્યગ્દ્રષ્ટિને તે
ચારિત્રદશાની સદાય ભાવના રહે છે કે
ધન્ય તે દિવસ કે જ્યારે ચારિત્રદશા
અંગીકાર કરીએ.
સમ્યક્ત્વ
સમ્યગ્દર્શન થયું હોય તો ચારિત્ર
કેમ નથી લેતા? માટે સમ્યગ્દર્શન પણ
નથી, –એમ ચારિત્રના અભાવમાં
સમ્યક્ત્વનો પણ અભાવ માને, તો તેને
સમ્યક્ત્વના સ્વરૂપની ખબર નથી, તે પણ
મિથ્યાદ્રષ્ટિ છે. સમ્યગ્દર્શન હોય,
ચારિત્રદશાની ભાવના હોય અને છતાં
હજારો–લાખો વર્ષો સુધી ચારિત્રદશા લઈ
ન શકે ને ગૃહસ્થદશામાં રહે; તોપણ તેને
સમ્યગ્દર્શન છે અને તે મોક્ષના માર્ગમાં છે.