સમાન છે, મોક્ષમાર્ગમાં તે કર્ણધાર છે. સમ્યગ્દ્રષ્ટિના પરિણામમાં તો રાગથી પાર
આત્માનો અનુભવ છે. તેને આત્મામાં એકાગ્રતાપૂર્વકના વ્રત–તપમાં કલેશ નથી
લાગતો પણ આનંદની વૃદ્ધિ થાય છે. આત્માના દ્રવ્ય–ગુણ–પર્યાયનું સ્વરૂપ ઓળખવું તે
સમ્યગ્દર્શનની રીત છે. અરિહંતદેવના આત્માના શુદ્ધ દ્રવ્ય–ગુણ પર્યાયને ઓળખતાં
પોતાના આત્માનો શુદ્ધ સ્વભાવ પણ ઓળખાય છે, ને મોહનો નાશ થઈને સમ્યક્દર્શન
પ્રગટે છે. સમ્યગ્દર્શન પામવાનો આવો સરસ ઉપાય કુંદકુંદ પ્રભુએ પ્રવચનસાર ગા. ૮૦
માં બતાવ્યો છે. તે સમ્યક્ત્વ અતીન્દ્રિય આનંદ સહિત છે. સમકિતીના હૃદયમાં ભગવાન
બેઠા છે.
છે, તેમાં ક્યાંય જ્ઞાતા–દ્રષ્ટા સ્વભાવની અનુભૂતિનો આનંદ નથી. રાગમાં આનંદ ક્યાંથી
હોય? કષ્ટ વગરનો એટલે કે રાગની આકુળતા વગરનો જે નિજાનંદસ્વભાવ, તેની
ઓળખાણ વગર આનંદ થાય નહીં ને કષ્ટ મટે નહીં, માટે વીતરાગી દેવ–ગુરુ કેવા હોય
અને તેમણે ઉપદેશેલા શુદ્ધ તત્ત્વનું સ્વરૂપ કેવું હોય, તે બરાબર ઓળખીને પહેલાં
સમ્યગ્દર્શન કરવું જોઈએ, તેમજ પહેલાં આવા સમ્યગ્દર્શનનો ઉપદેશ દેવો જોઈએ; કેમકે
તે જ ધર્મનું મૂળ છે. સમ્યગ્દર્શન થયા પછી મુનિધર્મ કે શ્રાવકધર્મ હોય, સમ્યગ્દર્શન
વગર તે કોઈ ધર્મ હોય નહીં; માટે સમ્યગ્દર્શનનો પ્રધાન ઉપદેશ છે. મોક્ષના માર્ગમાં
સમ્યક્ત્વની પ્રધાનતા છે.
કેમકે તે જ ધર્મનું મૂળ છે. આત્માના ભૂતાર્થ સ્વભાવની સન્મુખ થઈને તેની શ્રદ્ધા કરવી
તે નિશ્ચય સમ્યગ્દર્શન છે. જ્યારે આવું સમ્યગ્દર્શન પ્રકાશમાન થાય ત્યારે જ
મોક્ષમાર્ગનો પ્રારંભ થાય છે. સમ્યગ્દર્શન હોતાં જ જ્ઞાન અને ચારિત્ર સાચાં થાય છે.
સમ્યગ્દર્શન થતાંની સાથે જ સ્વસંવેદનરૂપ સમ્યગ્જ્ઞાન તથા સ્વરૂપાચરણચારિત્ર પણ
થઈ જાય છે. તેથી સમન્તભદ્રસ્વામી રત્નકરંડ–શ્રાવકાચારમાં કહે છે કે–