Atmadharma magazine - Ank 312
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 22 of 48

background image
: ૨૦ : આત્મધર્મ : આસો : ૨૪૯પ
दर्शनं ज्ञानचारित्रात् साधिमानमुपाश्नुते, दर्शनं कर्णधारं तन्मोक्षमार्गे
प्रचक्षते।
જ્ઞાન અને ચારિત્ર પહેલાં સમ્યગ્દર્શનની ઉપાસનાં કરવામાં આવે છે, કેમકે
સમ્યગ્દર્શન મોક્ષમાર્ગમાં કર્ણધાર છે–નાવિક છે. રત્નત્રયરૂપ જે મોક્ષમાર્ગ, તેના
ખેવટિયા સમાન સમ્યગ્દર્શન છે; તેના વગર જ્ઞાન–ચારિત્રમાં સમ્યક્પણું આવતું નથી,
માટે તેની મુખ્યતા છે. એ જ વાત પં. દૌલતરામજીએ છહઢાળામાં પણ કહી છે કે–
मोक्षमहलकी परथम सीडी, या विन ज्ञान–चरिता–
सम्यक्ता न लहे, सो दर्शन धारो भव्य पवित्रा
માટે કહ્યું કે પહેલાં સમ્યગ્દર્શનનો ઉપદેશ કર્તવ્ય છે. વિશેષપૂજ્ય ચારિત્રદશા છે,
પણ તે ચારિત્રદશાનું મૂળ સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શન વગર ચારિત્ર હોતું નથી, માટે પહેલો
ઉપદેશ સમ્યગ્દર્શનનો કરવો જોઈએ. સમ્યગ્દર્શન પછી, મુનિધર્મનો ઉપદેશ દેવો; ને જેનાથી
મુનિધર્મ અંગીકાર કરી ન શકાય તેને શ્રાવકધર્મનો ઉપદેશ દેવો–એમ પુરુષાર્થસિદ્ધિઉપાયમાં
ઉપદેશનો ક્રમ કહ્યો છે. –પણ પહેલાં સમ્યગ્દર્શન તો મુખ્ય રાખીને તે વાત છે. સમ્યગ્દર્શન
વગર સીધો મુનિદશાનો ઉપદેશ દેવા માંડે–એ તો ક્રમભંગ ઉપદેશ છે. સમ્યગ્દર્શનની જેમાં
પ્રધાનતા ન હોય તે ભગવાનનો ઉપદેશ નથી. ભગવાને તો સમ્યક્ત્વની પ્રધાનતાવાળો
ઉપદેશ આપ્યો છે. ‘સમકિત જેનું મૂળ છે તે ધર્મ જિનઉપદ્રિષ્ટ છે’ એમ જાણીને હે ભવ્ય
જીવો! તમે પ્રથમ જ સમ્યક્ત્વની આરાધના કરો.
રામ, હનુમાન ને મહાવીર
પ્રશ્ન :– રામ, હનુમાન ને મહાવીર એ બધાયને સરખાં કહી શકાય?
ઉત્તર:– હા; તે ત્રણેય મહાત્માઓએ આત્માને ઓળખીને વીતરાગ થઈને
મોક્ષદશા પ્રાપ્ત કરી છે, તેથી તેમને સરખાં કહી શકાય. ‘નમો
સિદ્ધાણં’ એમ આપણે બોલીએ તેમાં મહાવીર ભગવાનની જેમ
રામ અને હનુમાનને પણ નમસ્કાર આવી જ જાય છે, કેમકે તેઓ
પણ મહાવીર જેવો જ સિદ્ધ ભગવાન છે. આ રીતે રામ કે
હનુમાનને સાચા સર્વજ્ઞ–વીતરાગ ભગવાન તરીકે ઓળખવાને
બદલે કોઈ તેમની ઓળખાણમાં ભૂલ કરતું હોય તો તેથી કાંઈ
તેઓ આપણા ભગવાન મટી જતા નથી.
(સાચા દેવનું સ્વરૂપ સમજવા વીતરાગવિજ્ઞાન ભાગ બીજો
વાંચો)