જન્મકલ્યાણકને ઊજવે છે. આનંદના હિલોળે ચડેલો, ચૈતન્યના આનંદમાં કિલ્લોલ
કરતો તે આત્મા માતાના પેટમાં ત્રણ જ્ઞાન સાથે લઈને આવ્યો છે; ઈન્દ્રો કહે છે–હે
માતા! તને પણ ધન્ય છે કે આવા રત્નને તેં તારી કુંખમાં ધારણ કર્યું છે. એ વખતેય
ભગવાનના આત્માને દેહથી ભિન્ન આત્માનું ભાન વર્તે છે, દેહ અને રાગ વગર જ તેની
ચેતનાનો પ્રવાહ ચાલી રહ્યો છે ને નિર્જરા જ થતી જાય છે શુદ્ધ આત્મદ્રષ્ટિના પ્રતાપે
ધર્મીને નિર્જરા જ થતી જાય છે. અજ્ઞાનીને રાગમાં એકત્વદ્રષ્ટિને કારણે બંધન જ થાય
છે. આ રીતે દ્રષ્ટિ ક્યાં પડી છે તેના ઉપર બધી રમત છે. ઉપયોગ શુદ્ધાત્મામાં એકાગ્ર
થયો ત્યાં નિર્જરા છે, ને ઉપયોગ રાગમાં એકાગ્ર થયો ત્યાં બંધન છે, –આ જૈનસિદ્ધાંતનું
ટૂંકું રહસ્ય છે.
નિર્જરી જાય છે–કેમકે તે ઉદય વખતે જ તેનાથી ભિન્ન એવા શુદ્ધાત્મા ઉપર દ્રષ્ટિ વર્તે છે,
એટલે તેમાં કર્મફળનો ભોગવટો ખરેખર નથી, પણ નિર્જરા જ છે. એ જ રીતે તે ઉદય
પ્રસંગે કંઈક હર્ષ–શોક થાય, છતાં ધર્મીજીવ કર્મોથી બંધાતો નથી, પણ તે વખતેય હર્ષ–
શોકથી ભિન્ન એવા શુદ્ધજ્ઞાનપણે જ પોતાને અનુભવતો થકો નિર્જરા જ કરે છે.
ભેદજ્ઞાનનું આ અદ્ભુત સામર્થ્ય છે; જ્ઞાનીની જ્ઞાનપરિણતિ સમસ્ત પરભાવોથી અત્યંત
વિરક્ત થઈ ગઈ છે, તેથી તેનો વૈરાગ્ય પણ અદ્ભુત છે. , રાગનો એક અંશપણ તે
જ્ઞાનપરિણતિમાં નથી. અહો! જ્ઞાનીના જ્ઞાન–વૈરાગ્ય આશ્ચર્યકારી છે. તે જ્ઞાન–વૈરાગ્યનું
અદ્ભુત સામર્થ્ય કર્મની નિર્જરા જ કરી નાંખે છે; ઉદય અને જ્ઞાનને તે જુદા જ દેખે છે.
નાંખે છે. ધર્મીની ભેદજ્ઞાન પરિણતિનું અચિંત્ય સામર્થ્ય છે. આવા ભેદજ્ઞાનને ઓળખીને
અંતરમાં વારંવાર તેનો અભ્યાસ કરવા જેવું છે.