Atmadharma magazine - Ank 312
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 25 of 48

background image
: આસો : ૨૪૯પ આત્મધર્મ : ૨૩ :
હું એક જ્ઞાયકભાવ છું
(નિર્જરા અધિકારના પ્રવચનોમાંથી)
ધર્મી–સમ્યગ્દ્રષ્ટિને નિર્જરા જ થાય છે;– કયા કારણે તેને
નિર્જરા થાય છે?–તે અહીં સમજાવે છે. કર્મના ઉદયભાવોથી
ભિન્ન એવા એક જ્ઞાયક ભાવપણે જ ધર્મી પોતાને અનુભવે
છે, રાગના અંશને પણ પોતાના જ્ઞાયકભાવમાં ભેળવતા
નથી, તેને પોતાથી ભિન્ન જાણે છે તેથી રાગ પ્રત્યે અત્યંત
વિરકત છે. –આમ ભેદજ્ઞાન સહિતના વૈરાગ્યને કારણે ધર્મીને
નિર્જરા જ થાય છે. એવા ધર્મીની દશાનું આ વર્ણન છે.
ક્ષણેક્ષણે જેને અનંત કર્મોની નિર્જરા થયા કરે છે એવા ધર્મી સમ્યગ્દ્રષ્ટિ જીવ,
સમસ્ત પરથી ભિન્ન, કર્મના ઉદયવિપાકોથી તદ્ન જુદો, સંયોગોથી જુદો, તેમજ કંઈક
રાગાદિ ભાવો થતા હોય તેનાથી પણ જુદો, એક જ્ઞાયકસ્વભાવપણે જ પોતાને અનુભવે
છે; કર્મનો વિપાક તે મારો સ્વભાવ છે જ નહીં–એમ તેને પોતાથી ભિન્નપણે અનુભવે
છે. સંયોગોની ભીડના ભીડામાં તેનું જ્ઞાન ભિંસાઈ જતું નથી, તેનાથી જુદું ને જુદું જ
રહે છે. રાગ–દ્વેષના ભાવો થયા ને જ્ઞાનમાં જણાયા, ત્યાં પણ ધર્મીનું જ્ઞાન તે
ઉદયભાવોથી લેપાઈ જતું નથી. આવા ભિન્ન જ્ઞાનનો અનુભવ તે જ ધર્મીના માપનું
‘થર્મોમીટર’ છે. એવા જ્ઞાનવડે જ ધર્મી ઓળખાય છે.
બાપુ! આવા જ્ઞાનના સંસ્કાર આત્મામાં પાડવા જોઈએ. આ જ્ઞાનના એવા દ્રઢ
સંસ્કાર આત્મામાં નાંખવા જોઈએ કે સમ્યગ્દર્શન પામ્યે છૂટકો. અને પછી પણ એના જ
સંસ્કારના બળથી કેવળજ્ઞાન લીધે છૂટકો. આવા જ્ઞાન વગર આ સંસારમાં ક્્યાંય કોઈ
શરણ નથી. આવું જ્ઞાન થતાં જીવને સર્વે પરદ્રવ્યો અને પરભાવોથી અત્યંત વિરક્તિ
થાય છે, એનું જ નામ વૈરાગ્ય છે; ધર્મી જીવને જ આવા જ્ઞાન–વૈરાગ્ય હોય છે.
જડ કર્મનો ઉદય અને તેના તરફના વલણવાળા રાગાદિ ભાવો, તે બંને