Atmadharma magazine - Ank 312
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 27 of 48

background image
: આસો : ૨૪૯પ આત્મધર્મ : ૨૫ :
જ્ઞાનીની આવી દશા ઓળખાવતાં ૨૦૦ મી ગાથામાં આચાર્યદેવ કહે છે કે–
સુદ્રષ્ટિ એ રીત આત્મને જ્ઞાયકસ્વભાવ જ જાણતો,
ને ઉદય કર્મવિપાકરૂપ તે તત્ત્વજ્ઞાયક છોડતો. (૨૦૦)
ધર્મી જીવ જાણે છે કે મારા આત્માનું તત્ત્વ એક ટંકોત્કીર્ણ જ્ઞાયકભાવરૂપ છે.
આવા જ્ઞાયકભાવરૂપ મારી વસ્તુ છે તે સ્વભાવના ગ્રહણરૂપ છે અને પરભાવના
ત્યાગરૂપ છે. આમ સ્વભાવ અને પરભાવની અત્યંત ભિન્નતાના વિવેકવડે આત્માનો
અનુભવ થાય છે. આવા અનુભવને પુષ્ટ કરતો ધર્મી જીવ કર્મના વિપાકરૂપ સમસ્ત
પરભાવોને છોડે છે. આ રીતે તે નિયમથી જ્ઞાન વૈરાગ્યસમ્પન્ન હોય છે.
જુઓ, આ ધર્માત્માની દશા! તેને સહજ જ્ઞાન–વૈરાગ્ય હોય છે. પરભાવોથી
ભિન્ન પોતાને જ્ઞાયકસ્વભાવરૂપ અનુભવ્યો તે ‘જ્ઞાન,’ અને પરભાવોને ભિન્ન જાણીને
તેનાથી અત્યંત વિરક્તિ થઈ તે વૈરાગ્ય; આવા જ્ઞાન–વૈરાગ્ય તે સમ્યગ્દ્રષ્ટિનું ચિહ્ન છે;
ને તે જ નિર્જરાનું કારણ છે. જ્ઞાન બંધનું કારણ કેમ હોય? અને જ્યાં વૈરાગ્ય હોય ત્યાં
બંધન કેમ થાય? રાગમાં રક્ત એવો અજ્ઞાની જીવ જ બંધાય છે.–૧પ૦ મી ગાથામાં
આચાર્યદેવ એ વાત કરી છે કે–
જીવ રક્ત બાંધે કર્મને, વૈરાગ્યપ્રાપ્ત મુકાય છે;
એ જિનતણો ઉપદેશ; તેથી ન રાચ તું કર્મોવિષે.
જે જ્ઞાનાનંદ સ્વભાવ છે તે આત્માનો સ્વભાવ છે, તેમાં એકાગ્ર થઈને રાગાદિ
પરભાવોથી જે પાછો વળ્‌યો એવો વૈરાગી જીવ કર્મોથી છૂટે છે. અને આવા સ્વભાવને
ભૂલીને શુભાશુભ રાગમાં જે રાચે છે તે કર્મોથી બંધાય છે.
અહો, સમસ્ત કર્મોથી જુદો હું તો જ્ઞાયકસ્વભાવ છું; તેમાં રાગનો સૂક્ષ્મ વિકલ્પ
પણ નથી. જ્ઞાનના સામર્થ્યને ભૂલીને રાગમાં પોતાનું બળ માને છે,–તેનાથી લાભ માને
છે, તેમાં તન્મયતા માને છે, તેને મિથ્યાશ્રદ્ધા–મિથ્યાજ્ઞાન–મિથ્યા આચરણરૂપ ત્રિદોષનો
મોટો રોગ થયો છે; પોતાનું સ્વતત્ત્વ શું છે તેની તેને ખબર નથી. ધર્મી તો સ્વસન્મુખ
થઈને, સ્વભાવનું ગ્રહણ અને પરભાવના ત્યાગવડે પોતાના શુદ્ધ સ્વતત્ત્વને જાણે છે,
એટલે કે અનુભવે છે. રાગાદિ પરભાવોને જે પોતાના સ્વભાવથી જુદા પણ ન જાણે તેને
પરભાવનો ત્યાગ કેવો? ને પરભાવના ત્યાગ વગર સ્વભાવનું ગ્રહણ કેવું? સ્વભાવના
ગ્રહણ વગર ધર્મ કેવો? રાગનો હું કર્તા, શુભરાગથી મને