Atmadharma magazine - Ank 312
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 28 of 48

background image
: ૨૬ : આત્મધર્મ : આસો : ૨૪૯પ
લાભ–એવી જેની બુદ્ધિ છે તેને પરભાવનું ગ્રહણ છે, ને પરભાવનું ગ્રહણ તે જ બંધનું
કારણ છે. રાગના એક અંશનેય જે જ્ઞાન સાથે ભેળવે છે તેને જ્ઞાનના સ્વરૂપની ખબર
જ નથી, જ્ઞાન–આનંદમય સ્વઘરને ભૂલીને તે રાગાદિ પરઘરમાં ભમી રહ્યો છે,
સ્વતત્ત્વની તેને ખબર નથી; એવો અજ્ઞાની શુભરાગની ગમે તેટલી ક્રિયાઓ કરે તોપણ
જરાય ધર્મ તેને થતો નથી. તેને સ્વભાવનો વિસ્તાર નથી, પણ પરભાવનો જ પથારો છે.
અનુભવતો થકો તેને વિસ્તાર કરે છે, તેને પર્યાયમાં પ્રસિદ્ધ કરે છે.–તેમાં શુદ્ધતાની વૃદ્ધિ
છે. અશુદ્ધતાની હાની છે ને કર્મોની નિર્જરા છે.–આનું નામ મોક્ષમાર્ગ છે. શુદ્ધતાની જ્યાં
વૃદ્ધિ નથી, અશુદ્ધતાની જ્યાં હાની નથી ને કર્મોની જ્યાં નિર્જરા નથી ત્યાં મોક્ષમાર્ગ
કેવો? જ્ઞાયકસ્વભાવ હું છું–એવું નિજસ્વરૂપ જાણ્યા વગર શુદ્ધતા થાય નહિ, અશુદ્ધતા
મટે નહીં ને કર્મો છૂટે નહીં, એટલે તેને મોક્ષમાર્ગ હોય નહિ.
રાગને છોડવો એટલે રાગને પોતાની ભિન્ન જાણવો. ભિન્ન જાણે તેને પોતામાં
ગ્રહણ કેમ કરે? પોતાનો આત્મા તો જ્ઞાન ને આનંદસ્વરૂપ છે, તે રાગ વગર જ
જીવનારો છે, ટકનારો છે. તેના સ્વભાવનો અનુભવ નીરાકુળ આનંદમય છે, ને રાગનો
અનુભવ તો દુઃખરૂપ આકુળતામય છે. –આવા ભેદજ્ઞાન વડે પરભાવોને છોડીને,
જ્ઞાનાનંદમય નિજભાવને ધર્મી જીવ શ્રદ્ધા–જ્ઞાનમાં લ્યે છે ને તેને જ પોતાપણે સદાય
અનુભવે છે. રખડતા રામને આરામનું સ્થાન તો આવો આત્મા છે, એ સિવાય બીજું
કોઈ આરામનું કે સુખનું સ્થાન નથી.
સમકિતી જીવને રાગથી ભિન્ન જ્ઞાયકનો અનુભવ છે. એટલે રાગથી ભિન્ન
પરિણમન થયું છે; આવા શુદ્ધપરિણમનને લીધે તેને નિર્જરા થાય છે.–આ રીતે સમકિતી
જીવની નિર્જરા બતાવી. ત્યાં કોઈ અજ્ઞાની જીવ રાગમાં રત હોવા છતાં, રાગથી ભિન્ન
જ્ઞાનનો અનુભવ ન હોવા છતાં, એમ માને કે હું પણ સમ્યગ્દ્રષ્ટિ છું ને મને પણ બંધન
થતું નથી, –તો તે જીવ સ્વચ્છંદી છે, કદાચ તે વ્રત–તપ વગેરે કરતો હોય તોપણ
મિથ્યાત્વને લીધે તે પાપી જ છે; આત્મા અને અનાત્માની ભિન્નતાનું તેને ભાન નથી,
જ્ઞાન અને રાગની ભિન્નતાની તેને ખબર નથી; વ્રતાદિના રાગમાં એકાકાર વર્તતો થકો
પોતાને સમ્યગ્દ્રષ્ટિ માને છે. પરંતુ હજી મિથ્યાત્વનું પાપ