કાંઈ બંધન અટકી નહીં જાય, જ્યારે આત્માનો સ્વભાવ જાણીને અને રાગાદિ
પરભાવોથી ભેદજ્ઞાન કરીને, શુદ્ધજ્ઞાનપણે પરિણમશે ત્યારે જ બંધન અટકશે. ને ત્યારે
જ સાચી નિર્જરા થશે. ત્યાંપણ જેટલો રાગ છે તેને તો તે બંધનું જ કારણ સમજે છે;
પણ જ્ઞાનથી તેને ભિન્ન જાણે છે તેથી તે રાગ પ્રત્યે તેને વિરક્તિ છે, અને તે વખતેય
તેને નિર્જરા ચાલુ જ છે. શુભરાગ છે તે પુણ્ય છે, પણ તેની સાથે અજ્ઞાનીને જે
મિથ્યાત્વ છે તે મોટું પાપ છે; અને તે રાગ વખતે સમકિતીને રાગથી પાર ચિદાનંદ
સ્વભાવના શ્રદ્ધા–જ્ઞાનપૂર્વકની જે નિર્મળ પરિણતિ વર્તે છે,–તે મહાન નિર્જરાનું કારણ
છે. અજ્ઞાનીને શુદ્ધપરિણતિ તો છે નહિ, રાગથી જુદો આત્મા તેને શ્રદ્ધા–જ્ઞાનમાં કે
અનુભવમાં આવ્યો નથી, રાગમાં જ તે વર્તે છે–તો તેને વૈરાગ્ય કેવો? ને નિર્જરા કેવી?
પર જીવની દયાના જરાક શુભ પરિણામ થાય ત્યાં અજ્ઞાની એમ માને છે કે આ
શરીરની ક્રિયા મારી છે, –તે મિથ્યાત્વ; પરજીવને મેં બચાવ્યો એવી માન્યતા તે
મિથ્યાત્વ; અને શુભરાગ થયો તે મારા જ્ઞાનનું કાર્ય છે અથવા તે રાગથી મને ધર્મ
થયો–એમ માને છે તે પણ મિથ્યાત્વ છે. આ રીતે મિથ્યાત્વનું સેવન તે પાપ છે.
શુભરાગ પોતે મિથ્યાત્વ નથી પણ તે વખતે તેનાથી ભિન્ન જ્ઞાનસ્વભાવને ભૂલીને
અજ્ઞાનીની જે મિથ્યા માન્યતા છે તે મિથ્યાત્વ છે અને તે મહાપાપ છે.
–પછી ભલે તે જીવ વ્યવહાર વ્રતસમિતિ પાળતો હોય, તેથી કાંઈ મિથ્યાત્વનું પાપ મટી
ન જાય. મિથ્યાત્વનું પાપ તો ત્યારે જ છૂટે કે જ્યારે પરભાવોથી અત્યંત ભિન્ન એવા
એક જ્ઞાયકભાવપણે પોતાને અનુભવે. આવો અનુભવ કરવો તે જ મોક્ષમાર્ગ છે.
મોક્ષમાર્ગ કહો કે સંવર–નિર્જરા કહો, તેની આ રીતે છે.
હીનતા છે, અજ્ઞાન છે. જગતમાં શ્રૈષ્ઠ હોય તો ભેદજ્ઞાન અને શુદ્ધઆત્માનો અનુભવ
કરવો તે જ છે; એનાથી ઊંચુ બીજું કાંઈ નથી.
રાગથી ભિન્નતાનું ભાન કર્યું તે જ રાગને ટાળી શકે. રાગને પોતાના સ્વભાવમાં ખતવે
તે તેને કેમ ટાળી શકે? ધર્મીએ રાગથી ભિન્નતા જાણીને જ્ઞાનસ્વભાવના