Atmadharma magazine - Ank 313
(Year 27 - Vir Nirvana Samvat 2496, A.D. 1970).

< Previous Page   Next Page >


PDF/HTML Page 11 of 49

background image
: ૮ : : કારતક : ૨૪૯૬
થયો. આ રીતે જ્ઞાનના અનુભવનો અપાર મહિમા છે. અહો, ચૈતન્યભગવાન અદ્ભુત
નિધિવાળો જ્ઞાનસમુદ્ર, તે પોતાની સ્વાનુભવપર્યાયમાં ડોલે છે–ઉલ્લસે છે; આનંદસહિત
ઊછળતી જ્ઞાનપરિણતિરૂપી તરંગો સાથે તેનો રસ અભિન્ન છે. અહો જીવો! તમે આવા
જ્ઞાનસમુદ્રને દેખો; જ્ઞાનપદના અદ્ભુત મહિમાને અનુભવમાં લ્યો.–તેના અનુભવ વડે
સર્વ સિદ્ધિ થાય છે.
* અદ્ભુત નિધિવાળો ચૈતન્ય–રત્નાકર આનંદથી ડોલે છે *
જેમ સમુદ્રમાં નિર્મળ તરંગ ઉલ્લસે, તેમ સ્વાનુભવથી ચૈતન્યસમુદ્રમાં નિર્મળ
જ્ઞાન–આનંદપર્યાયના તરંગો ઉલ્લસે છે...દરિયો ઉછળીને તેમાંથી નિર્મળ દશાઓના
ફૂવારા પ્રગટે છે. જે જ્ઞાનરસ છે તે સમસ્ત ભાવોને પી ગયો છે, અનંતગુણનો રસ
જ્ઞાનરસમાં સમાય છે; તે જ્ઞાનરસમાં સમસ્ત પદાર્થોને જાણી લેવાની તાકાત છે.
સ્વાનુભવ થતાં ચૈતન્યસમુદ્રમાં નિર્મળ–નિર્મળપર્યાયો સ્વયમેવ ઊછળે છે. ચૈતન્ય
વસ્તુનું સ્વરૂપ જ એવું છે કે તેનું સ્વસંવેદન થતાં નિર્મળ–નિર્મળપર્યાયોરૂપે તે
પરિણમે છે...અહા, સ્વાનુભવમાં આનંદના દરિયા ઉલ્લસે છે. જુઓ આ ચૈતન્યનો
રસ! તે નિર્મળપર્યાયો સાથે અભિન્ન છે. નિર્મળ–નિર્મળ અનેક પર્યાયો થતી જાય
છે પણ તે બધી પર્યાયો એક જ્ઞાનસ્વભાવ સાથે અભિન્ન છે તેથી તે પર્યાયો
અભેદસ્વભાવને તોડતી નથી પણ તેને અનુભવમાં લઈને પ્રસિદ્ધ કરે છે, તેને
અભિનંદે છે–ભેટે છે.
અહો, આ ભગવાન આત્મા અદ્ભુત નિધિવાળો ચૈતન્યરત્નાકર છે,
ચૈતન્યરત્નોથી ભરેલો અદ્ભુત દરિયો છે, તે પોતાના જ્ઞાનપર્યાયોરૂપી તરંગો વડે ડોલે
છે, આનંદથી ઉલ્લસે છે. તે જ્ઞાનપર્યાયોરૂપી તરંગ સાથે આત્માનો રસ અભિન્ન છે;
ચૈતન્યનો રસ રાગથી તો ભિન્ન છે પણ પોતાની નિર્મળપર્યાયથી અભિન્ન છે. પર્યાય
અંદરમાં અભેદ થઈ ત્યાં ચૈતન્યસમુદ્રમાં નિર્મળપર્યાયો આપોઆપ ઉલ્લસે છે, તે જ્ઞાન–
આનંદ પર્યાયોમાં ચૈતન્યરત્નાકર ડોલી રહ્યો છે. આમ ધર્મીજીવ પર્યાયેપર્યાયે પોતાના
અખંડ ચૈતન્યભગવાનને દેખે છે. અહો, આ ભગવાન આત્મા અદ્ભુત
ચૈતન્યનિધિવાળો સમુદ્ર છે, અનંત ગુણનાં રત્નોથી તે ભરેલો છે.–આવા તમારા
નિજનિધાનને હે જીવો! તમે અંતરમાં દેખો.
જેમ સ્વયંભૂરમણ સમુદ્ર એવો છે કે જેની રેતી જ રત્નોની બનેલી છે, તેથી
સમુદ્રને ‘રત્નાકર’ કહેવાય છે.–પણ એ રત્નો તો જડ છે. સાચો રત્નાકર આ
ભગવાન