: કારતક : ૨૪૯૬ : ૯ :
ચૈતન્યસમુદ્ર છે; તે મહા રત્નાકરમાં સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર–આનંદ વગેરે અનંત
ગુણના રત્નો ભરેલા છે. સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રને ત્રણ–રત્ન કહેવાય છે, એવા તો
અનંતા રત્નોના રસથી આ ચૈતન્યસમુદ્ર ભરેલો છે. અનંતગુણોની નિર્મળપર્યાયો સાથે
આ ચૈતન્યનો રસ અભિન્ન છે; એટલે અભેદપણે એક હોવા છતાં નિર્મળપર્યાયપણે તે
અનેક થાય છે; આ રીતે એક હોવા છતાં અનેક થતો તે અદ્ભુતનિધિવાળો ભગવાન
આત્મા પોતાના જ્ઞાનપર્યાયોરૂપી તરંગોવડે ડોલી રહ્યો છે–ઊછળી રહ્યો છે–પરિણમી
રહ્યો છે. નિર્મળપર્યાયો અનેક હોવા છતાં તે બધી એક જ્ઞાનમય નિજપદને જ અનુભવે
છે–તેમાં જ અભેદ થાય છે; ખંડખંડ પર્યાયરૂપે તે પોતાને નથી અનુભવતી પણ
અભેદસ્વભાવમાં એકતા કરીને તે એક સ્વભાવપણે જ પોતાને અનુભવે છે.
રાગ કરવાથી જીવ મેલો થાય છે,
વીતરાગભાવથી જીવ પવિત્ર થાય છે.
દ્વેષ કરવાથી જીવ મેલો થાય છે,
વીતરાગભાવથી જીવ પવિત્ર થાય છે.
મોહ કરવાથી જીવ મેલો થાય છે,
જ્ઞાન કરવાથી જીવ પવિત્ર થાય છે.
ક્રોધ કરવાથી જીવ મેલો થાય છે,
શાંતભાવથી જીવ પવિત્ર થાય છે.
મિથ્યાભાવોથી જીવ મેલો થાય છે,
સમ્યક્ત્વાદિ શુદ્ધભાવોથી જીવ પવિત્ર થાય છે.