: ૧૪ : : કારતક : ૨૪૯૬
* આત્મામાં સ્વાદ હોય
હા, આનંદરસનો અતીન્દ્રિય સ્વાદ આત્મામાં જ છે, બીજે ક્્યાંય નથી. આત્મામાં
જડનો ખાટો–મીઠો સ્વાદ ન હોય; તેમજ હર્ષ–શોકના વેદનરૂપ જે દુઃખનો સ્વાદ છે તે
પણ આત્માના જ્ઞાનસ્વભાવમાં નથી, જ્ઞાનસ્વભાવમાંથી તો અત્યંત મધુર સ્વસંવેદનરૂપ
વીતરાગી આનંદનો સ્વાદ આવે છે. ચૈતન્યરસનો એ સ્વાદ સિદ્ધભગવાન જેવો છે;
અંતરના અનુભવ વડે જીવ જ્યારે પોતાના આત્માનો આવો સ્વાદ ચાખે ત્યારે જ તે
ધર્મી છે, ને એ આનંદરસનો મહાન સ્વાદ લેતો–લેતો તે સિદ્ધપદને સાધે છે.
* ચિદાનંદ વસ્તુ *
ભૂલમા ભૂલમા ભૂલમા રે
તારી ચિદાનંદ વસ્તુને ભૂલ મા!
પરને પોતાની માન મા રે
તારી ચિદાનંદ વસ્તુને ભૂલ મા!
તારામાં શાંત થા...ધર્માત્મા જીવ થા!
સ્વરૂપ–બહાર તું ભમમા રે.....
તારી ચિદાનન્દ વસ્તુને ભૂલમા...ભૂલમા...
સમ્યગ્દ્રષ્ટિ થા...ભ્રમ મટાડી,
આનંદ સ્વરૂપે તું લીન થા રે...
તારી ચિદાનંદ વસ્તુને ભૂલમા...ભૂલમા...
આનંદનો દરિયો જ્ઞાનસ્વરૂપી
ઊછળે એમાં તું મગ્ન થા રે...
તારી ચિદાનંદ વસ્તુને ભૂલમા...ભૂલમા..
આવી ગયો છે અવસર રૂડો
શાંતસ્વરૂપે તું સ્થિર થા રે...
તારી ચિદાનંદ વસ્તુને ભૂલમા...ભૂલમા...
(સમયસાર પ્રવચનો પૃ. ૧૭પ ઉપરથી)