
વડે જ જ્ઞાનીની ઓળખાણ થાય છે.
વીતરાગ આનંદમય એવા આત્મભાવનો આહાર (અનુભવ) જ્ઞાનીને છે; જડ
ખોરાકનો આહાર જ્ઞાનીને નથી, જડ ખોરાકનો કણીયો પણ આત્મામાં પ્રવેશતો નથી.
–હા; પોતાનો ચેતનમય જ્ઞાનભાવ તેના વડે જ્ઞાની જીવે છે, પુદ્ગલવડે જ્ઞાની
જ્ઞાનપ્રાણવડે આત્માનું જીવન છે, જ્ઞાનમાં આત્માનું વિદ્યમાનપણું છે; તેને ટકવા માટે
પુદ્ગલના આહારની જરૂર નથી. અરે, જ્ઞાનમય આત્મા, તેમાં રાગનોય પ્રવેશ નથી,
ત્યાં જડનો પ્રવેશ કેવો? આવું જ્ઞાનમય જીવન તે જ જ્ઞાનીનું જીવન છે. જેમ
સિદ્ધભગવંતોનું જીવન અતીન્દ્રિય જ્ઞાનમય છે, તેમ ચોથા ગુણસ્થાનવર્તી જ્ઞાનીનું જીવન
પણ એવું જ અતીન્દ્રિય જ્ઞાનમય છે.
મોટો પિંડ! તેમ આ અસંખ્યપ્રદેશી આત્મા પણ કેવળજ્ઞાનના અનંત પ્રકાશથી ભરેલો,
જ્ઞાન–આનંદથી પરિપૂર્ણ અદ્ભુત નિધાનવાળો છે, તેના મહિમાનું શું કહેવું? તેના
વૈભવનું શું કહેવું? આવો આત્મા જેણે પોતામાં દેખ્યો તે પોતાના જ્ઞાન–આનંદના
અનુભવરૂપ જીવન જીવે છે,–એ જ જ્ઞાનીનું જીવન છે. રાગ વગર હું નહીં જીવી શકું–કે
ખોરાક વગર હું નહીં જીવી શકું એવી મિથ્યાબુદ્ધિ જ્ઞાનીને હોતી નથી. શરીર જ હું નથી,
ત્યાં ખોરાક મારામાં કેવો? ને ઈચ્છાઓ મારા જ્ઞાનમાં કેવી? જ્ઞાનનું જીવવું, જ્ઞાનનું
ટકવું તેમાં તો ઈચ્છાનો અને જડનો અભાવ છે. જો જ્ઞાનમાં ઈચ્છાનો કે જડનો પ્રવેશ
થાય તો, આત્માનું અસ્તિત્વ જ્ઞાનરૂપ ન રહેતાં, જડરૂપ ને રાગરૂપ થઈ જાય, એટલે કે
ભાવમરણ થાય. આહારવડે ને ઈચ્છા વડે પોતાનું જીવન માને તે જ્ઞાની નથી; તે તો
અજ્ઞાનથી ભાવમરણ કરી રહ્યો છે. હું તો જ્ઞાન છું, જ્ઞાનમાં તો આનંદનો ખોરાક છે,
જ્ઞાન તો નિત્ય–આનંદને ભોગવનારું છે;