: ૧૮ : : કારતક : ૨૪૯૬
પરિણમે છે–એમ ન જુઓ; પણ તે જ ક્રિયાના કાળે, આહાર–પાણીના તે પુદ્ગલોથી
જુદી, અને તે તરફના રાગથી પણ સાવ જુદી, એવી અંતરંગ ચૈતન્યપરિણતિરૂપે જ્ઞાની
પરિણમે છે, તે ક્રિયાના કર્તાપણે ધર્મીને દેખો.–આ રીતે ધર્મી જીવને તેની નિર્મળ
જ્ઞાનપરિણતિમાં દેખવા તે જ તેની સાચી ઓળખાણ છે. રાગમાં કે જડની ક્રિયામાં
ધર્મીને જોવા–તે સાચી દ્રષ્ટિ નથી, તે દ્રષ્ટિમાં જ્ઞાન અને રાગનું ભેદજ્ઞાન નથી. અહા,
રાગથી જુદું પરિણમતું ધર્મીનું જ્ઞાન, તે ભેદજ્ઞાનદ્રષ્ટિ વગર ઓળખાય તેવું નથી. જ્ઞાન–
વૈરાગ્યસંપન્ન ધર્મી જીવની અલૌકિક દશા છે. સમસ્ત પરભાવોથી ઉદાસીન જ્ઞાનનું
અચિંત્ય સામર્થ્ય છે કે જે આત્માને રાગથી પણ અલિપ્ત જ રાખે છે, ને સમસ્ત
પરભાવોને પારકા જાણીને છોડે છે. આ રીતે પર્યાયેપર્યાયે પરભાવોથી ઉદાસીન વર્તતું
અને પરમ જ્ઞાનમય નિજભાવને અવલંબતું તે જ્ઞાન, અતીન્દ્રિય આનંદનો અનુભવ
કરતું કરતું કેવળજ્ઞાનને સાધે છે.
–આવું જ્ઞાન તે જ્ઞાનીનું કામ છે, તેના વડે જ્ઞાની ઓળખાય છે. ‘जय ज्ञान।’
આતમરસનો સ્વાદ લેનારા એ જ્ઞાનીને વંદન;
સમકિત પામી સ્વરૂપ સાધ્યું એને હો અભિનંદન.
અંતર્મુખી જીવન એનું વહે ઝરણાં આનંદનાં;
સિદ્ધપદનાં એ સાધક સંતો ચાખે સુખ ચેતનાં.
આરાધનાનો ઉદ્યમ
* સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર અને તપને નિર્દોષપણે–
ઉજ્જવળપણે ધારણ કરવા તેનું નામ ઉદ્યોતન છે.
* જે માર્ગે–જે ઉપાયથી સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર–તપરૂપ
આરાધનાની પોતાને પ્રાપ્તિ થાય, અને તેની અધિક અધિક
વિશુદ્ધિ થાય તે માર્ગમાં પ્રવર્તવું, તથા આરાધના–ધારક
ધર્માત્માઓની સંગતિ કરવી, તેમાં જ મન–વચન–કાયાની પ્રવૃત્તિ
કરવી, તથા આરાધનાનાં જે કારણો હોય તેનું ગ્રહણ અને જે
બાધક હોય તેનો ત્યાગ કરવો,–આમ જે રીતે આરાધના થાય
તેવો ઉદ્યમ કરવો તેનું નામ આરાધનાનું ઉદ્યમન છે.