બીજા જીવ ખાતા નથી–પીતા નથી, રોગ થતો નથી;
–તો તેમાં સાચા દેવ કોણ?
(પ) એક જીવને ખબર નથી કે કાલે શું થવાનું છે?
બીજા જીવ ત્રણે કાળની બધી વાત સાક્ષાત્ જાણે છે;
–તો તેમાં સાચા ભગવાન કોણ?
(૬) એક જીવ સંપૂર્ણ સુખી છે ને સંસારમાં અવતાર ધારણ કરતા નથી;
એક જીવ દુઃખી છે, ને સંસારમાં અવતાર ધારણ કરે છે;
–તો તેમાં સાચા દેવ કોણ?
(૭) એક જીવ કહે છે–હું આ સૃષ્ટિ બનાવું છું ને તેનો નાશ કરું છું;
બીજા જીવ કહે છે–હું આ સૃષ્ટિને બનાવતો નથી, હું તો તેને માત્ર જાણું છું.
–તો તેમાં સાચા દેવ કોણ?
(૮) એક જીવ કહે છે કે શરીર અને આત્મા એક છે, બંનેની ક્રિયાઓ એક છે;
બીજા જીવ કહે છે કે શરીર અને આત્મા જુદા છે, બંનેની ક્રિયાઓ જુદી છે;
–તો તેમાં સાચા દેવ કોણ?
(૯) એક જીવ લડાઈ કરે છે, ક્રોધથી દુશ્મનોને મારે છે, દુષ્ટ જીવોને હણે છે;
બીજા જીવ કદી ક્રોધ કરતા નથી, પરમ શાંત વીતરાગ ભાવમાં જ રહે છે,
–તો તેમાં સાચા ભગવાન કોણ?
(૧૦) એક જીવ રાગી–દ્વેષી–મોહી છે, બધું જાણતો નથી; અને અહિત થાય
ભગવાન સર્વજ્ઞ છે, વીતરાગ છે, મોક્ષમાર્ગનો ઉપદેશ દેનાર છે; આવા ભગવાન