Atmadharma magazine - Ank 313
(Year 27 - Vir Nirvana Samvat 2496, A.D. 1970).

< Previous Page   Next Page >


PDF/HTML Page 43 of 49

background image
: ૪૦ : : કારતક : ૨૪૯૬
અજબ મારી નૌકા........નાવિક મારા સાધકસંતો
(મુમુક્ષુને ભવસાગર તરવાના આત્મિક પરાક્રમમાં ઉત્સાહિત કરે એવો નૌકાવિહાર)
અફર પ્રયાણ થયું આ મ્હારું... મુક્તિનગરના ધ્યેયે...
તુફાન તરંગથી ઊછળે દરિયો...એને તરવું મારે...
મોટો દરિયો ભવસાગરનો નૌકા મારી નાની,
છોને’ નાની પણ એ નૌકા ભવથી તારણહારી...એવી અજબ મારી નૌકા...
... એમાં બેસી મેં તો અફર પ્રયાણ આદર્યું...
ગજગજ ઊછળે સાગર છોને...નૌકા મારી ન ઝૂકે,
નાવીક મારા સાધકસન્તોં કદી ન સાથ જ છૂટે...
એવી અજબ મારી નૌકા...તેમાં બેસી૦
ઊછળે કુદે...ડગમગ ડોલે...છતાં ન ડુબે એવી.
ગંજ તરંગને ભેદી–ભેદી તારકસ્વભાવ વાળી...
એવી અજબ મારી નૌકા...તેમાં બેસી૦
પ્રતિકૂળતાના ગંજને ભેદી...આગે બઢતી નૌકા...
સાગર ઊછળી ગગને સ્પર્શે (તોય) કરે ન પાછી પાની...
એવી અજબ મારી નૌકા...તેમાં બેસી૦