: કારતક : ૨૪૯૬ : ૪૩ :
–: વિવિધ સમાચાર :–
* જલગાંવ (મહારાષ્ટ્ર) માં નવીન દિગંબર જિનમંદિર બાંધવા માટે આસો વદ
૭ના રોજ માનનીય પ્રમુખ શ્રી નવનીતલાલ ચુનીલાલ ઝવેરીના સુહસ્તે શિલાન્યાસ
થયું. મુમુક્ષુ ભાઈ–બહેનોએ આ પ્રસંગે ઘણો ઉલ્લાસ બતાવ્યો હતો. થોડા વખતમાં
જિનમંદિર તૈયાર થશે. આ માટે જલગાંવના મુમુક્ષુઓને વધાઈ!
સવારના પ્રવચનમાં સમયસાર નિર્જરા અધિકાર વંચાય છે. બપોરે પ્રવચનસાર
પૂરું થયું છે; અને પંચાસ્તિકાય શરૂ થયું છે. પ્રવચનસારમાં છેલ્લે આચાર્યદેવે
આત્મપ્રાપ્તિના આશીર્વાદ દેતાં કહ્યું કે આવા આનંદમય ચૈતન્યતત્ત્વને હે જીવો! આજે જ
તમે પ્રાપ્ત કરો...તેનો અનુભવ કરીને પરમ આનંદરૂપે આજે જ પરિણમો.
સોનગઢમાં દીવાળી અને બેસતા વર્ષના મંગલ પર્વો આનંદથી ઉજવાયા હતા.
બેસતા વર્ષે આહારદાન–પ્રસંગની ખુશાલીમાં પ્રમુખશ્રી નવનીતભાઈ તરફથી
જૈનબાળપોથી (નવીન, બીજો ભાગ) વીસ હજાર નકલ છપાવીને હિંદી–ગુજરાતી
આત્મધર્મના ગ્રાહકોને ભેટ આપવાનું જાહેર કરવામાં આવ્યું છે.
જરા ઈસકોભી પઢિયે જી!
આત્મધર્મ...સર્વે જિજ્ઞાસુઓનું પ્રિય માસિક...
આત્મધર્મ...ગુરુદેવનો સંદેશ ઘર ઘર પહોંચાડતું માસિક...
આત્મધર્મ...શુદ્ધ અધ્યાત્મની પ્રેરણા આપતું માસિક...
આત્મધર્મ...આત્માર્થિતાને પોષતું અધ્યાત્મ–માસિક...
આત્મધર્મ...વાત્સલ્યભાવનાને વિસ્તારતું માસિક...
આત્મધર્મ...દેવ–ગુરુ–ધર્મની સેવાને અપનાવતું માસિક...
આત્મધર્મ...હજારો બાળકોને આનંદ સાથે ધર્મસંસ્કાર આપતું માસિક...
આવું આત્મધર્મ–માસિક ૨૬ વર્ષથી આપ નિયમિત વાંચો છો. આ અંકે
આત્મધર્મનું ૨૭મું વર્ષ શરૂ થાય છે. મોટા ભાગના ગ્રાહકોનું લવાજમ આવી ગયું છે.
આપે હજી મોકલ્યું ન હોય તો નીચેના સરનામે રૂા. ચાર વેલાસર ભરીને વ્યવસ્થામાં
સહકાર આપવા વિનંતી.–શ્રી દિ. જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ (સૌરાષ્ટ્ર)