જાહેરાત
ટ્રસ્ટ તરફથી જણાવવામાં આવે છે કે શ્રાવિકાશાળાના કંપાઉન્ડમાં ૧૦ રૂમો
૧૬×૧૦ સાઈઝની બાંધવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે નીચેના નિયમો ને શરતોએ
નોંધવામાં આવશે.
(૧) આ રૂમ પોતા તરફથી લખાવનારે રૂા. ૨૦૦૧) ટ્રસ્ટને આપવાના રહેશે.
(૨) રૂમની માલિકી ટ્રસ્ટની રહેશે.
(૩) રૂમ લખાવનાર કે તેના કુટુંબીજનોને રહેવા માટે ૧પ દિવસ અગાઉથી
ખબર આપ્યેથી રૂમ ખાલી કરાવી દેવામાં આવશે.
(૪) રૂમ લખાવનાર સોનગઢ બહાર જાય ત્યારે રૂમનો કબજો ટ્રસ્ટને સોંપી
જવાનો રહેશે. તેમનો પોતાનો થોડોક સામાન રાખવાની સગવડતા માટે રૂમ ઉપરના
ભાગે એક માળીયું કરી આપવામાં આવશે.
લી. દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ
જાહેરાત
પૂજ્ય સદ્ગુરુદેવશ્રી કાનજીસ્વામીની ૮૦મી જન્મજયંતિના ઉપલક્ષ્યમાં
સોનગઢમાં જે ભવ્ય અને આદર્શ પરમાગમ મંદિરનું નિર્માણ કરવાનું નક્કી થયેલ છે
તેમાં ઘણાં મુમુક્ષુઓ તરફથી ગાથા કોતરાવવા માટે રકમો લખાવવામાં આવે છે. તે
રકમો ઉચક લખાવવામાં આવે છે. આ ઉપરથી કેટલાક ભાઈ–બહેનોએ એવું સૂચન
કરેલ છે કે ગાથા દીઠ અમુક રકમ નક્કી કરવામાં આવે તો દાન દેનારને અમુક પ્રકારનો
સંતોષ થાય કે મેં આ પવિત્ર કાર્યમાં અમુક ગાથા લખાવી મારો યત્કિંચીત ફાળો
આપ્યો છે. તે માગણી ઉપરથી ગાથા ટીકા સાથે એકના રૂા. પ૦૧) નક્કી કરવામાં આવે
છે.
આજ સુધી જે રકમો લેવાયેલી છે તેનો હિસાબ પણ ગાથા ટીકા સાથે એકના
રૂા. પ૦૧) પ્રમાણે ગણવામાં આવશે.
જેઓને એવી ભાવના હોય કે પોતા તરફથી પૂર્ણ ગાથા હોય તો સારૂં અને પોતે
રૂા. પ૦૧) થી ઓછી રકમ પરમાગમ મંદિર ખાતે ગમે ત્યારે લખાવી હોય તો તેઓ
બાકીની રકમ લખાવી પોતાની ભાવના પૂર્ણ કરી શકશે.
લી.
શ્રી પરમાગમ મંદિર કમિટિ
શ્રી દિગમ્બર જૈન મુમુક્ષુ મંડળ–મુંબઈ