કૃત્યતા થઈ, તે હવે રાગાદિને કે સંયોગને જગતના તમાસા તરીકે જુદાપણે દેખે છે, તેને
તે પોતાનાં કરતો નથી ને તેને વેદતો નથી, જ્ઞાનીની ડીગ્રી તો ચૈતન્યવિદ્યારૂપ છે.
ચૈતન્યને ચેતવારૂપ અનુભવવારૂપ જે જ્ઞાનવિદ્યા, તેમાં જ જ્ઞાનીની વિદ્વત્તા છે. જેમ
મીઠા દૂધપાકના તાવડામાં ઝેરનું ટીપું સમાય નહિ, તેમ આનંદરસથી ભરેલા ચૈતન્યના
મીઠા દૂધપાકમાં રાગરૂપી ઝેરનું ટીપું પણ ભળી શકે નહિ. પરભાવોથી સર્વથા ભિન્ન
જ્ઞાનસ્વરૂપને જાણતો થકો ધર્મી જીવ પરભાવો પ્રત્યે સર્વથા વિરક્ત છે. જેમાં જ્ઞાન ભર્યું
છે એને તો જાણે નહિ ને જ્યાં પોતાનું જ્ઞાન નથી તેને જાણવા જાય એ તે જ્ઞાન કેવું?
એવા જ્ઞાનને ખરેખર જ્ઞાન કહેતા નથી. ખરૂં જ્ઞાનકિરણ તો તેને કહેવાય કે જ્યાં
જ્ઞાનસત્તા પરિપૂર્ણ ભરી છે એવા પોતાના આત્મસ્વભાવને જે પ્રકાશે એટલે કે જાણે
તેને જાણતાં જાણનારને શાંતિ ને આનંદ થાય છે. પરભાવમાંથી આત્માની શાંતિ
નીકળતી નથી, માટે જ્ઞાની તેના પ્રત્યે તદ્ન વિરક્ત છે. એક પૂર્ણાનંદીપ્રભુ જ એની
દ્રષ્ટિમાં વસ્યો છે–આવા આત્માને દ્રષ્ટિમાં–જ્ઞાનમાં–અનુભવમાં લેતાં કેવળજ્ઞાનરૂપી
આનંદમય મંગલ સુપ્રભાત ઊગે છે.
જ્ઞાન દીવડાથી ઝગમગતી આત્મપ્રભુતા જયવંત હો.
******
ભજન
આપા નહિં જાના તૂને કૈસા જ્ઞાનધારી રે......
દેહાશ્રિત કરિ ક્રિયા આપકો માનત શિવમગચારી રે......
નિજ–નિવેદ વિન ઘોર પરિષહ વિફલ કહી જિન સારી રે.....
શિવ ચાહે તો દ્વિવિધકર્મ તેં કર નિજપરિણતિ ન્યારી રે.....
दौलत જિન નિજભાવ પિછાન્યો તિન ભવવિપત વિદારી રે....
છહઢાળાના રચનાર પં. દૌલતરામજી આ ભજનમાં કહે છે કે–રે જીવ! તારા
આત્માને જો તેં ન જાણ્યો તો તું જ્ઞાનધારી કેવો? દેહાશ્રિત ક્રિયાઓ વડે તું પોતાને
મોક્ષમાર્ગી સમજે છે,–પરંતુ આત્માને જાણ્યા વગર મોક્ષમાર્ગ કેવો? પોતાના
આત્માના અનુભવ વગર ઘોર પરિષહ સહન કરે તો પણ તે બધું નિષ્ફળ છે–એમ
જિનદેવે કહ્યું છે. માટે હે જીવ! જો તું મોક્ષને ચાહતો હો તો, અશુભ કે શુભ બંને
પ્રકારનાં કર્મોથી તારી નિજપરિણતિને જુદી કર. શુભ–અશુભ પરભાવોથી જુદો
એવો પોતાનો નિજભાવ જેણે જાણ્યો તેણે ભવભ્રમણની વિપત્તિને વિદારી નાંખી
છે. માટે હે જીવ! તું આત્માને જાણ.