Atmadharma magazine - Ank 313
(Year 27 - Vir Nirvana Samvat 2496, A.D. 1970).

< Previous Page   Next Page >


PDF/HTML Page 7 of 49

background image
: ૪ : : કારતક : ૨૪૯૬
આસો વદ અમાસની વહેલી સવારમાં સુવર્ણધામમાં મોક્ષનું સોનેરી પ્રભાત
ખીલ્યું હતું...વીરપ્રભુના આત્મામાં સિદ્ધપદનું સુપ્રભાત ખીલ્યું, ગૌતમસ્વામીના
આત્મામાં કેવળજ્ઞાનનું સુપ્રભાત ઝળકી ઊઠ્યું, અને સુધર્મસ્વામીના આત્મામાં
શ્રુતકેવળીપણાનું સુપ્રભાત ઊગ્્યું. આવા ઝગઝગતા જ્ઞાન દીવડાનું સુપ્રભાત ભક્તોએ
આનંદથી ઊજવ્યું. પાવાપુરીના સ્મરણપૂર્વક વીરપ્રભુની–હવે સિદ્ધપ્રભુની–પરમ
ભક્તિપૂર્વક પૂજન થયું.
વીરપ્રભુએ ઉપદેશેલું જે વીતરાગી આત્મસ્વરૂપ, તે કહાનગુરુએ મંગલ
પ્રવચનમાં બતાવ્યું. આત્માનો પરમ સત્ જ્ઞાનસ્વભાવ છે; તેને અનુભવનાર જ્ઞાની
પોતાને ટંકોત્કીર્ણ જ્ઞાનસ્વરૂપે નિત્ય જાણે છે. વિકલ્પો, પુણ્ય–પાપ, રાગના કે હર્ષના
કરવા–ભોગવવાના ભાવો–તે બધા ક્ષણિક છે, ધર્મી તે–સ્વરૂપે પોતાને અનુભવતો નથી.
આવા આત્માનો અનુભવ તે ધર્મની કળા છે; તે જ્ઞાનમય સુપ્રભાત છે.
આવા શાશ્વત આત્માના નિર્વિકલ્પરસથી ભરેલા આનંદમય પકવાન્ન છે;
દીવાળીનાં આ પકવાન્ન પીરસાય છે. રાગાદિ ભાવોમાં તો દુઃખ છે, ચૈતન્યરસથી ભરેલો
નિત્ય આત્મા, તેની સન્મુખ થઈને જ્ઞાની પોતાના જ્ઞાનાનંદરસને વેદે છે. આવા
ટંકોત્કીર્ણ જ્ઞાનસ્વભાવનો અનુભવ કરી કરીને મહાવીર ભગવાન આજે સિદ્ધપદ પામ્યા,
ધ્રુવપદ પામ્યા; સાદિ–અનંત તેઓ આત્માના આનંદમાં સ્થિર રહેશે. અજ્ઞાની અધ્રુવ–
ક્ષણિક રાગાદિ ભાવોરૂપે જ પોતાને અનુભવતો હોવાથી ચારગતિરૂપ અધ્રુવપદમાં ભમે
છે. એકકોર ધ્રુવસ્વભાવ, બીજીકોર ક્ષણિક રાગાદિ ભાવો, બંનેની ભિન્નતા છે.
ધ્રુવસ્વભાવને અનુભવતાં પર્યાય પણ ધ્રુવ સાથે અભેદ થઈ; ધ્રુવ સાથે અભેદ થઈને
પ્રગટેલી તે પર્યાય સાદિ–અનંત એવી ને એવી થયા કરશે–તે અપેક્ષાએ તેને ધ્રુવ કહી
દીધી. કુંદકુંદાચાર્યદેવે ગાથામાં સિદ્ધગતિને ધ્રુવગતિ કહી છે; એવી ધ્રુવ સિદ્ધગતિને
મહાવીરભગવાન આજે પાવાપુરીથી પામ્યા; તેનો આ ઉત્સવ છે.
ધર્મીને ‘ધ્રુવ’ કહ્યો કેમકે તે ધ્રુવસ્વભાવને દ્રષ્ટિમાં લઈને એક ટંકોત્કીર્ણ
સ્વભાવપણે પોતાને અનુભવે છે. અજ્ઞાની ધ્રુવપદને ભૂલીને ઈચ્છા રાગ–દ્વેષાદિ
અધ્રુવભાવરૂપે જ પોતાને અનુભવે છે.