Atmadharma magazine - Ank 313
(Year 27 - Vir Nirvana Samvat 2496, A.D. 1970).

< Previous Page   Next Page >


PDF/HTML Page 9 of 49

background image
: ૬ : : કારતક : ૨૪૯૬
નિજપદ છે. અહો, જ્ઞાનવડે જ આવા જિનપદની પ્રાપ્તિ થાય છે, એ સિવાય શુભરાગના
ક્રિયાકાંડવડે કે બીજી કોઈ રીતે જ્ઞાનપદની પ્રાપ્તિ થતી નથી. જ્ઞાનની પ્રાપ્તિ એટલે કે
જ્ઞાનસ્વભાવનો અનુભવ તો સજાતીય એવો જ્ઞાનભાવ વડે જ થાય, પણ વિજાતીય
એવા રાગાદિ અ–જ્ઞાનમયભાવ વડે જ્ઞાનપદનો અનુભવ થઈ શકે નહિ. જ્ઞાનવડે
જ્ઞાનનો અનુભવ તે જ મોક્ષનો ઉપાય છે.
આવા આત્મસ્વભાવભૂત જ્ઞાનનું અવલંબન કરતાં આત્મલાભ થાય છે. જુઓ,
આ આત્માના લાભની મંગળ વાત છે. દીવાળી કે બેસતાવર્ષે ‘લાભ–શુભ’ એમ લખે
છે, એમાં તો અજ્ઞાનીઓ જડની લક્ષ્મીના લાભની ભાવના ભાવે છે; અહીં તો
આચાર્યદેવ આત્માનો લાભ થાય ને આત્મામાં અપૂર્વ નવું વરસ બેસે–એવી મંગળ વાત
સમજાવે છે. ભાઈ, રાગથી પાર એવો એકલો જ્ઞાયકસ્વભાવી તારો આત્મા છે, તે
સ્વભાવનું એકનું જ અવલંબન કરતાં તને તારા અપાર ચૈતન્યનિધાનનો લાભ થશે,
આત્મવૈભવનો તને લાભ થશે. એ જ સાચો લાભ છે.
ધર્મી ને આત્માના જ્ઞાનસ્વભાવનો અનુભવ થયો, પછી પર્યાયમાં શુદ્ધતાના
પ્રકારો વધતા જાય છે, તેમાં શુદ્ધતાના અનેક પ્રકારો છે. છતાં તે અનેક ભેદો ઉપર
ધર્મીનું લક્ષ નથી; તે શુદ્ધતાના દરેક ભેદો સામાન્યસ્વભાવ સાથે એકતા કરીને તેને જ
અભિનંદે છે, એટલે તે જ્ઞાનપર્યાયો અભેદ સ્વભાવની એકતાને ભેદતી નથી, પણ તેમાં
તન્મય થઈને અભેદને અભિનંદે છે.
જુઓ આ અભિનંદન! કોને અભિનંદવું? કે પર્યાયને અંતર્મુખ કરીને પોતાના
અભેદ સ્વભાવને જ અભિનંદવું. પર્યાયમાં શુદ્ધતાની વૃદ્ધિ થવા છતાં એકતા તૂટતી
નથી. ધર્મી જીવ રાગને નથી અભિનંદતો, તેને નથી ભેટતો, પણ પર્યાયને એકત્વ–
સ્વભાવ સાથે અભેદ કરીને આનંદ સહિત તે એકત્વને જ અભિનંદે છે, તેને જ ભેટે છે.
એમાં મહાન આત્મલાભ થાય છે ને મોક્ષપદ પમાય છે. મહાવીર ભગવાન આવા
જ્ઞાનપદને અભિનંદીને મોક્ષ પામ્યા...ને એવું જ્ઞાનપદ જગતને બતાવ્યું. હે જીવો! તમને
મોક્ષની ભાવના હોય તો તમારા આવા જ્ઞાનસ્વભાવરૂપ નિજપદને ઓળખીને તેનું
અવલંબન લ્યો...તેને જ તન્મયપણે ધ્યાવો.
મુમુક્ષુએ નિજપદની પ્રાપ્તિ માટે શું કરવું? તેની આ વાત છે.
જે જ્ઞાનમય એક આત્મસ્વભાવ છે તેનું જ અવલંબન લેવું; તેના અવલંબનથી
જ નિજપદની પ્રાપ્તિ થાય છે. રાગાદિભાવો પરપદ છે, અને જ્ઞાનસ્વભાવના