: ૮ : : માગશર : ૨૪૯૬
આ ગાથા દ્વારા સંતોએ સ્વાધીન સત્તાને પ્રસિદ્ધ કરી છે.
ઉત્પાદ–વ્યય–ધ્રુવરૂપ વસ્તુસ્વરૂપના જે કાયદા છે તે કોઈથી તોડી શકાતા નથી.
વસ્તુ સ્વરૂપની જે સત્તા, તેના અબાધિત નિયમોને કોઈ તોડી શકે નહીં. જેમ જીવના
અસ્તિત્વને ફેરવીને તેને કોઈ અજીવ બનાવી શકતું નથી, તેમ જીવની જે ઉત્પાદ–વ્યય–
ધ્રુવરૂપ સત્તા તેમાં બીજાની દખલગીરી ચાલતી નથી. સિદ્ધ હો કે સાધક હો, કેવળજ્ઞાની
હો કે અજ્ઞાની હો, જીવ હો કે જડ હો, તે દરેકનું ઉત્પાદ–વ્યય–ધ્રુવપણે હોવાપણું પોતાથી
જ છે, પોતાની જ સત્તાથી પદાર્થો તેવા છે. જગતમાં એવી કોઈ સત્–વસ્તુ નથી કે જે
ઉત્પાદ–વ્યય–ધ્રુવતા વગરની હોય. ત્રેવડી એટલે કે ઉત્પાદ–વ્યય–ધ્રુવરૂપ ત્રિલક્ષણવાળી
જ સત્ વસ્તુ છે.
* બધી વસ્તુઓ આવી ઉત્પાદ–વ્યય–ધ્રુવરૂપ સત્ છે. (અર્થસમય)
‘સત્’ એમ કહેતાં તેમાં બધા પદાર્થો આવી જાય છે. (શબ્દસમય)
અને ‘સત્’ એવા જ્ઞાનમાં સર્વ પદાર્થોનું જ્ઞાન આવી જાય છે. (જ્ઞાનસમય)
–આમ પદાર્થનું સ્વરૂપ, તેને કહેનારી વાણી, અને તેને જાણનારું જ્ઞાન, એ રીતે
અર્થસમય–શબ્દસમય–જ્ઞાનસમય એ ત્રણેનો મેળ છે. આવું સ્વરૂપ જાણતાં સમ્યગ્જ્ઞાન
અને વીતરાગતા થાય તે ધર્મ છે, તે મોક્ષમાર્ગ છે.
જગતમાં સર્વજ્ઞદેવે જોયેલા પદાર્થોના સત્ સ્વરૂપનું આ કથન છે. જીવ–પુદ્ગલ
વગેરે છપ્રકારની વસ્તુઓ છે; તે વસ્તુઓ ભૂત–વર્તમાન અને ભાવિ પોતપોતાની
પર્યાયોરૂપે પરિણમતી હોવા છતાં અનિત્ય નથી, કેમકે પોતપોતાના નિશ્ચિત સ્વરૂપને તે
કદી છોડતી નથી તેથી નિત્ય છે. આમ નિત્ય–અનિત્ય સ્વરૂપ જે વસ્તુ છે તે સત્ છે;
તેને જ ઉત્પાદ–વ્યય–ધ્રુવપણું છે, અને તે ગુણપર્યાયવાન છે. આવા વસ્તુસ્વરૂપનું આ
વર્ણન છે.
અનંત દ્રવ્યો જગતમાં એકસાથે રહેલાં હોવાં છતાં પોતપોતાના નિશ્ચિત સ્વરૂપને
કોઈ છોડતું નથી, એટલે અનેક દ્રવ્યો કદી એકપણું પામતા નથી. ચેતનમય જીવ અને
અચેતન એવાં કર્મ તેમને વ્યવહારથી એકપણું હોવા