Atmadharma magazine - Ank 314
(Year 27 - Vir Nirvana Samvat 2496, A.D. 1970).

< Previous Page   Next Page >


PDF/HTML Page 13 of 41

background image
: ૧૦ : : માગશર : ૨૪૯૬
માને છે તેણે વસ્તુને સત્ જાણી નથી, વસ્તુ પોતે ઉત્પાદ–વ્યય–ધ્રુવસ્વરૂપ છે એમ તેણે
જાણ્યું નથી. જ્યાં વસ્તુ પોતે ઉત્પાદ–વ્યય–ધ્રુવરૂપ છે ત્યાં તેનો કોઈ અંશ બીજો આપે, કે
બીજાને લીધે થાય–એ વાત રહેતી નથી. વસ્તુને સત્ જ ત્યારે કહેવાય કે જ્યારે તે પોતે
ઉત્પાદ–વ્યય–ધ્રુવસ્વરૂપ હોય.
આ જીવમાં દયાના શુભરાગનો ઉત્પાદ થયો માટે સામા જીવમાં બચવાની ક્રિયા
થઈ–એમ માને તેને સ્વ–પરના સ્વતંત્ર અસ્તિત્વની ખબર નથી. બીજો જીવ બચ્યો તે
તેનો ઉત્પાદ છે, ને આ જીવને શુભરાગ થયો તે આનો ઉત્પાદ છે; પોતપોતાની
ઉત્પાદપર્યાયમાં દરેકનું અસ્તિત્વ છે. આવા ભિન્ન અસ્તિત્વ ઉપરાંત, રાગથી પણ
પોતાના જ્ઞાયકભાવનું ભિન્નપણું ધર્મીજીવ જાણે છે. જ્ઞાયકસ્વભાવમાત્ર ભાવ હું છું એમ
ધર્મી અનુભવે છે.
શ્રુતજ્ઞાનપર્યાયનો વ્યય થઈને કેવળજ્ઞાનપર્યાયનો ઉત્પાદ થાય ને જ્ઞાનપણે
ધ્રુવતા રહે–એવું જ્ઞાનનું પોતાનું સામર્થ્ય છે. તે ઉત્પાદ કોઈ બીજાના કારણે થતો
નથી. સત્ની અવસ્થાની ઉત્પત્તિ પરને લઈને માને તે સત્નો નાશ (સત્તાનાશ–
સત્યાનાશ) કરે છે. સત્તા પોતે ઉત્પાદ–વ્યય–ધ્રુવવાળી છે, તેનો એક્કેય અંશ પરને
લીધે માનતાં તે માન્યતામાં સત્નો નાશ થાય છે, એટલે કે માન્યતામાં મિથ્યાત્વ
થાય છે. આ મિથ્યાત્વ તે મોટો દોષ છે, પણ જગતને તે દોષની ખબર નથી, ને તેને
ટાળ્‌યાં પહેલાં બીજા અવ્રતાદિ દોષ ટાળવા મથે છે. પણ મિથ્યાત્વ ટળ્‌યા વગર બીજા
દોષ કદી ટળે નહીં, અને સત્નું યથાર્થ સ્વરૂપ જાણ્યા વગર મિથ્યાત્વ ટળે નહીં.
સત્ની સમજણ તે મૂળધર્મ છે.
વિશ્વમાં જેટલા સત્ છે તે બધાને જાણવાની તાકાતવાળું જ્ઞાન છે; આવા
જ્ઞાનસ્વભાવની પ્રસિદ્ધિ અર્થે આ પંચાસ્તિકાયનું વર્ણન છે. અનંત સત્ પદાર્થો છે,
તો તેને જાણવાની તાકાતવાળું જ્ઞાન પણ સત્ છે. જ્ઞાનની પ્રતીતપૂર્વક પદાર્થોનું
યથાર્થ જ્ઞાન થાય છે. એટલે જ્ઞાનની પ્રસિદ્ધિ તે શાસ્ત્રનું તાત્પર્ય છે. આ
સમયવ્યાખ્યા (એટલે કે શાસ્ત્રની ટીકા) સમ્યગ્જ્ઞાનરૂપી નિર્મળ જ્યોતિની જનની
છે;–આમાં કહેલું વસ્તુસ્વરૂપ ઓળખતાં સમ્યગ્જ્ઞાનરૂપી જ્યોત પ્રગટે છે–એમ ત્રીજા
કળશમાં આચાર્યદેવે કહ્યું છે. ભગવાનની દિવ્યવાણીમાં શુદ્ધ આત્માની ઉપલબ્ધિનો
માર્ગ કહ્યો છે; તેથી તે