: ૧૬ : : માગશર : ૨૪૯૬
(સમયસાર કળશ ૧પ૭ થી ૧૬૦)
આત્મા ચૈતન્ય–ચમત્કારરૂપ વસ્તુ છે. ચૈતન્યભાવમાં જડ નથી, ને રાગ પણ
ચૈતન્યભાવમાં નથી. ચૈતન્યની ચમક રાગથી ને જડથી જુદી છે.
(૧) ધર્મીનું વેદન
જે પોતે નથી, અને પોતામાં જે નથી, એવા પરદ્રવ્યોને કે ક્રોધાદિ પરભાવોને
ધર્મી જીવ પોતારૂપે કેમ અનુભવે? જેમાં પોતે વર્તે છે, અને જે પોતામાં છે એવી નિર્મળ
જ્ઞાનદશારૂપે ધર્મી પોતાને વેદે છે.
(૨) ધર્મી આનંદને જ વેદે છે
શરીર પર ધોકો પડે કે શરીર પર ચંદન ચોપડાય, તેનું વેદન જીવને નથી. અને
રાગથી જુદો પડીને નિર્મળ પરિણતિમાં જે આવ્યો એવા ધર્મીને પોતાના જ્ઞાનઆનંદ
સિવાય કોઈનું વેદન હોતું નથી. કેમકે આત્માના જ્ઞાનમાં બીજા કોઈ પરભાવનો પ્રવેશ
જ નથી પછી તેનું વેદન જ્ઞાનમાં કેમ હોય? આવું જે આનંદમય જ્ઞાનવેદન તેના વડે
જ્ઞાની ઓળખાય છે.
(૩) સામાન્ય–વિશેષની એકતારૂપ શુદ્ધતા
જેવું શુદ્ધ સામાન્ય ધ્રુવ છે તેના તરફ વળીને એકાગ્ર થતાં પર્યાયમાં પણ તેવો જ
શુદ્ધ થઈને આત્મા પરિણમ્યો,–આવી સામાન્ય વિશેષની એકતારૂપ શુદ્ધતામાં વચ્ચે
અશુદ્ધતા ક્્યાંથી આવે? અને સામાન્યમાં એકાગ્ર થયેલી તે શુદ્ધ પર્યાય, અશુદ્ધભાવોને
કેમ કરે? કે તેને કેમ વેદે? અશુદ્ધતાથી તો તેને અત્યંત ભિન્નતા છે. શુદ્ધસ્વભાવ તરફ
વળેલી તે પર્યાયમાં અશુદ્ધતાનો અભાવ છે. પોતામાં જેનો અભાવ છે તેને તે કઈ રીતે
કરે કે ભોગવે?
(૪) સૂર્યમાં અંધારું નહીં તેમ ચૈતન્યપ્રકાશમાં રાગ નહીં
અજ્ઞાની રાગને અને જડની ક્રિયાને પોતાના જ્ઞાનસ્વરૂપમાં પ્રવેશ કરાવવા માંગે
છે, એટલે તેને તે પોતાનું કાર્ય માને છે, તથા તેનાથી પોતાને જ્ઞાનનો લાભ થવાનું માને
છે. પણ દ્રવ્યથી ને પર્યાયથી સહજ જ્ઞાનસ્વરૂપ આત્મા, તેમાં રાગનો કે જડનો