: માગશર : ૨૪૯૬ : ૨૧ :
અતીન્દ્રિય ચૈતન્યનો જ્યાં ઉગ્ર સ્પર્શ–અનુભવ કર્યો ત્યાં ઈન્દ્રિયોનો વિષય
જીતાઈ ગયો છે, અતિન્દ્રય ચૈતન્યના સ્પર્શ વડે બાહ્યમાં સ્પર્શન્દ્રિયનો આખો વિષય
જીતાઈ ગયો છે, એટલે શરીર ઉપર વસ્ત્ર ધારણની વૃત્તિ જ રહેતી નથી. આવી નિર્ગ્રંથ
મુનિદશા હોય છે.
અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવ પણ સમ્યગ્દર્શન પામીને તે જ અંતર્મુહૂર્તમાં સાતમું
ગુણસ્થાન પ્રગટ કરીને મુનિ થાય છે. પણ તેનેય નિમિત્તપણે તો નિર્ગ્રંથ દ્રવ્યલિંગ
જ હોય છે.–નિમિત્ત એવું જ હોય છે, વિપરીત હોતું નથી, અને છતાં તે નિમિત્તના
આશ્રયે સાતમું ગુણસ્થાન કે મુનિપણું પ્રગટ્યું છે–એમ નથી. મુનિપણું અથવા
સાતમું ગુણસ્થાન તો ચૈતન્યમાં ઉપયોગની લીનતાથી જ પ્રગટ્યું છે. પંચમહાવ્રતનો
વિકલ્પ પણ જ્યાં મુનિદશાનું કારણ ખરેખર નથી, ત્યાં જડ શરીરની નગ્નદશાની શી
વાત! એકલા બહારથી લોકોએ મુનિપણું માની લીધું છે, પણ સમ્યગ્દર્શન વગર
મુનિદશા હોય નહિ. સમ્યગ્દર્શન પછી પણ જ્યાં સુધી વસ્ત્રાદિના પરિગ્રહની વૃત્તિ
હોય ત્યાં સુધી મુનિદશા હોતી નથી. ચૈતન્યમાં લીનતા થતાં રાગ છૂટે, ને રાગ
છૂટતાં નિમિત્ત પણ સહેજે છૂટી જાય–એવો સંબંધ છે. પણ વસ્ત્ર છોડવાની ક્રિયા
આત્માએ કરી–એમ નથી. વસ્ત્રનો ત્યાગ થયો તે અજીવની ક્રિયા છે; ચારિત્રદશા તે
સંવર–નિર્જરારૂપ ધર્મક્રિયા છે, ને રાગ તે વિભાવ ક્રિયા છે, આસ્રવ છે. જ્યાં સંવર–
નિર્જરા પ્રગટ્યા ત્યાં રાગાદિ–આસ્રવ છૂટી જાય છે, ને અજીવનો સંબંધ અજીવના
કારણે છૂટી જાય છે.
ચિદાનંદસ્વભાવ આત્મા સ્વસન્મુખપણે ઊપજતો થકો રાગાદિનો અકર્તા છે, તે
અકર્તાપણું એટલે કે જ્ઞાયકસ્વભાવપણું સમયસારમાં આચાર્યદેવે સ્પષ્ટ સમજાવ્યું છે.
જીવ કે અજીવ બધાય દ્રવ્યો પોતપોતાની જ પર્યાયરૂપે ઊપજે છે; પોતાની જ પર્યાયમાં
તન્મયપણે ઊપજતો થકો જ્ઞાયકસ્વભાવી જીવ અન્ય દ્રવ્યનો અકર્તા જ છે. સમ્યગ્દ્રષ્ટિ
જીવ જાણે છે કે વસ્તુનું સ્વરૂપ સર્વજ્ઞદેવે જેમ જાણ્યું છે તેમ જ પરિણમે છે, તેમાં
અન્યથા થતું નથી. અહો, આમાં તો જ્ઞાનસ્વભાવનો નિર્ણય છે, રાગથી જુદો પડીને
જ્ઞાનસ્વભાવની સન્મુખતાનો મોટો પુરુષાર્થ આમાં રહેલો છે, જ્ઞાનની દિશા સ્વ–તરફ
ફરે છે; ને દિશા ફરતાં આખી દશા ફરી જાય છે. હું તો જ્ઞ–સ્વભાવી છું, પરમાં ઈષ્ટ–
અનીષ્ટ માનવું તે વૃથા છે. આત્માના અનેક નામોમાં ‘જ્ઞ’ એવું એક નામ છે. ‘જ્ઞ’
સ્વભાવ જેમને પૂર્ણ પ્રગટી ગયો એવા સર્વજ્ઞ ભગવાન દિવ્ય જ્ઞાનસામર્થ્ય વડે સર્વ
પદાર્થોને સાક્ષાત્ જાણે છે. આવા જ્ઞાનસ્વભાવની કબુલાત વગર જ્ઞ–સ્વભાવી આત્માને
માન્યો