: ૨૮ : : માગશર : ૨૪૯૬
રાગ–દ્વેષનું કર્તૃત્વ નથી. હું જ્ઞાન છું–એવું સ્વરૂપ ભૂલીને ‘શુભરાગ હું કરું, ને તેનાથી
પરજીવને હું જીવાડી દઉં’ એવી બુદ્ધિ પણ જ્યાં મિથ્યાત્વ છે, તો પછી હિંસાભાવથી
પરજીવને મારવાનો અભિપ્રાય મિથ્યાત્વ કેમ ન હોય? શુભ કે અશુભ કોઈ પણ રાગનું
કર્તૃત્વ તે મિથ્યાત્વ છે. અને તે જ બંધનું કારણ છે. ધર્મીને તેનો અભાવ છે, માટે તેને
બંધન થતું નથી.
ધર્મી જાણે છે કે હું જ્ઞાન છું; જ્ઞાનભાવ તે રાગભાવ નથી, જ્ઞાનભાવમાં રાગનું
અસ્તિત્વ નથી; જ્ઞાનને પણ કરે અને રાગને પણ કરે–એમ બે વિરુદ્ધભાવોનું કર્તૃત્વ
એકસાથે રહી શકે નહીં. જેને રાગનું કર્તૃત્વ છે તેને રાગ વગરના જ્ઞાનભાવની ખબર
નથી. અને જેણે જ્ઞાનભાવ પ્રગટ્યો છે એવા ધર્મી જીવને રાગનું કર્તૃત્વ નથી. આ રીતે
જ્ઞાન અને રાગની ભિન્નતારૂપ પરિણમન તે ધર્મીજીવને મોક્ષનું કારણ છે.
સુખકી સહેલી હૈ અકેલી ઉદાસીનતા
સંસારમાં સંયોગ વિયોગનો ગમે તે પ્રસંગ હો, પણ
મુમુક્ષુ જીવે તો આત્મહિતના માર્ગ તરફ જ આગળ વધવાનું
છે. યુવાન પુત્રના મૃત્યુ વગેરે પ્રસંગમાં જીવોને દુઃખ થાય,
પણ તે જ વખતે દુઃખની સામે સુખધામ એવા ચૈતન્યની
ભાવના અને વૈરાગ્યને હાજર રાખીએ તો જીવને આત્મહિતને
માટે ચાનક ચઢે. સંતોએ કહ્યું છે કે સુખની બહેનપણી તો
‘ઉદાસીનતા’ છે–”સુખકી સહેલી હૈ અકેલી ઉદાસીનતા.”
બાકી પુત્રો વગેરેનો આત્મા તો અસ્તિરૂપ જ છે; ફેર
માત્ર એટલો કે આપણાથી થોડોક દૂર,–પણ તે જીવંત જ છે;
તેનો નાશ નથી થયો. મનુષ્યલોક જેટલું જ ટૂંકુ જ્ઞાન ન
રાખીએ ને દેવલોક સુધી જ્ઞાનને લંબાવીને વિચારીએ તો શું તે
આત્મા આપણને જીવંત ન દેખાય?–જરૂર દેખાય. જ્યાં
આત્માની નિત્યતા છે ત્યાં મરણનો ભય કેવો? આવા
આત્માને લક્ષગત કરીને આપણે પંચપરમેષ્ઠીના પંથે જવાનું
છે. તેથી ‘હું જિનવરનો સંતાન છું’ એમ ઓળખવામાં મુમુક્ષુ
ગૌરવ માને છે.