Atmadharma magazine - Ank 314
(Year 27 - Vir Nirvana Samvat 2496, A.D. 1970).

< Previous Page   Next Page >


PDF/HTML Page 7 of 41

background image
: ૪ : : માગશર : ૨૪૯૬
અવધ્ય જ્ઞાનપણે જ પોતાનું અસ્તિત્વ અનુભવતા ધર્મી જીવ, ગમે તેવી પ્રતિકૂળતા
વખતેય પોતાના જ્ઞાનસ્વરૂપથી ચલિત થતા નથી, જ્ઞાનને અન્યથા માનતા નથી. આવું
જ્ઞાનીનું પરમ સાહસ છે,–અપૂર્વ પુરુષાર્થ છે. ગમે તેવા પ્રસંગમાં જ્ઞાનને જ્ઞાનપણે જ
અનુભવવું, બીજા કોઈ ભાવને જ્ઞાનમાં પ્રવેશવા ન દેવા, પ્રતિકૂળતાના ખળભળાટ
વચ્ચેય જ્ઞાનને ધીરું–શાંત અનુભવવું–આવું આત્મશ્રદ્ધાનું પરમ પરાક્રમ જ્ઞાનીને જ હોય
છે. તે અનુકૂળ કે પ્રતિકૂળ સર્વપ્રસંગે જ્ઞાનતત્ત્વમાં શંકા છોડીને નિઃશંકપણે એમ
અનુભવે છે કે ‘હું તો જ્ઞાન જ છું;’ મારો નાશ નથી. આ પ્રતિકૂળતાના ઘેરાથી મારું
જ્ઞાન અન્યથા થઈ જશે, કે અજ્ઞાન થઈ જશે–એવી શંકા સમ્યગ્દ્રષ્ટિને ઊઠતી નથી. તે તો
અવધ્ય એવા જ્ઞાનસ્વરૂપે જ પરિણમે છે. આવું સામર્થ્ય સમ્યગ્દ્રષ્ટિ–જ્ઞાનીનું જ છે.
પરથી ભિન્ન, રાગથી ભિન્ન, જ્ઞાનમય આત્માને વેદવો તે ધર્મ છે. સાચો
આત્મા જ તે છે કે જે જ્ઞાનરૂપે પરિણમે છે. શાશ્વત એવું મારું જ્ઞાન, તે કદી મારાથી જુદું
પડે નહીં, તેનું કદી મરણ થાય નહીં, અભાવ થાય નહીં, દેહ અને રાગ તે કાંઈ મારું
સ્વરૂપ નથી. દેહ તો જડ–પુદ્ગલોની રચના છે, એ કાંઈ મારી રચના નથી; રાગ પણ
મારી રચના નથી; મારી રચના તો જ્ઞાન છે. જ્ઞાનવડે હું સદા જીવંત છું. મારે મરણ જ
નથી પછી ભય કેવો?–‘અબ હમ અમર ભયે, ન મરેંગે.’ રાગાદિથી જુદી, જ્ઞાનીની
આવી જ્ઞાનચેતનાને જ્ઞાની જ ઓળખે છે.
(સમયસાર : કળશ ૧પ૩–૧પ૪)
–: ભાવના :–
કાંદીવલીના એક સભ્ય (No. ૧૧૩પ) હંસાબેન લખે છે કે–‘હું
ઘરકામ કરી રહી હતી ત્યાં અચાનક જ ટપાલીનો ટહૂકો સંભળાયો અને
હાથમાં આત્મધર્મ આવી પડ્યું. ઘરકામ એકબાજુ મુકી હું આત્મધર્મ
જોવા લાગી. તેમાં ઘણી જ વિવિધતા જોવા મળી. પ્રથમ પાને જ
શ્રુતજ્ઞાનનો અને સમ્યગ્દર્શનનો અપૂર્વ દીવડો પ્રગટાવવાનો મહામૂલો
સંદેશ મળ્‌યો. આપણે ઈચ્છીએ કે આ દીવાળીનું પર્વ એટલે કે વીરપ્રભુનું
પર્વ આપણે શ્રુતજ્ઞાનના ને સમ્યક્ત્વના દીવડા પ્રગટાવીને ઉજવીએ અને
આપણા જીવનને ગુરુદેવના અમૂલ્ય પ્રતાપે જ્ઞાનપ્રકાશવડે ગૌરવવન્તું
કરીએ. સાથે સાથે ગુરુદેવની અમોઘ વાણી આત્મધર્મ દ્વારા સદાય ઝરતી
રહે, અને ‘આત્મધર્મ’ જગતમાં સર્વશ્રેષ્ઠ બની રહે, અને ચીરકાળ
ગુરુદેવનાં વચનામૃત પીવડાવ્યા કરે–એવી ભાવના તેમણે વ્યક્ત કરી છે.