: માગશર : ૨૪૯૬ : પ :
સર્વજ્ઞે જોયેલી સર્વ પદાર્થની સત્તા
વસ્તુની સ્વાધીન સત્તાને પ્રસિદ્ધ કરતો ખુલ્લો પત્ર–
લે: વીતરાગી સંતો
બહારની ‘સત્તા’ માટે લોકો કેટલા વલખાં મારે
છે?–પણ જે સ્વાધીન ‘સત્તા’ રૂપે પોતે સદાય છે જ, તે
સ્વ–સત્તાને જો ઓળખે તો સમ્યગ્જ્ઞાન વડે અપૂર્વ શાંતિનું
વેદન થાય. હે જીવ! તારી સાચી સત્તા વીતરાગી સંતો
તને સમજાવે છે. શ્રીગુરુ કહે છે કે આ તો વીતરાગી
સંતોએ લખેલો ખુલ્લો પત્ર છે–કે જે વસ્તુના સત્સ્વરૂપને
પ્રસિદ્ધ કરે છે.
(પંચાસ્તિકાય ગાથા ૮ ઉપરનાં પ્રવચનોમાંથી)
આ જગતમાં જીવ–પુદ્ગલ વગેરે પાંચ અસ્તિકાયો, અને છઠ્ઠું કાળદ્રવ્ય, એમ છ
પ્રકારનાં દ્રવ્યો સત્ છે, અસ્તિરૂપ છે, સર્વજ્ઞદેવે તેમનું સ્વરૂપ પ્રત્યક્ષ જોયું છે; અને
સંતોએ વીતરાગમાર્ગમાં તે પ્રસિદ્ધ કર્યું છે.
જગતમાં છ દ્રવ્યો સત્ છે, અને તેને જાણનારો સર્વજ્ઞસ્વભાવી આત્મા છે.
છદ્રવ્યનું અસ્તિત્વ જે નથી માનતો તે આત્માના સર્વજ્ઞસ્વભાવને જ નથી જાણતો;
તેમજ આત્માના સર્વજ્ઞસ્વભાવને જે નથી માનતો તે છ દ્રવ્યોને પણ યથાર્થપણે જાણતો
નથી. સર્વજ્ઞ વગર છ દ્રવ્યોનાં અતીન્દ્રિય સ્વભાવને જાણે કોણ?
હવે, જગતમાં જે અસ્તિરૂપ દ્રવ્યો છે અને સર્વજ્ઞદેવે જે જોયા છે, તેમનું સ્વરૂપ
કેવું છે? તેમનું સત્પણું કેવું છે? તે અહીં પંચાસ્તિકાયની આઠમી ગાથામાં કહે છે.
આમાં વસ્તુના સત્સ્વરૂપની અલૌકિક સૂક્ષ્મ વાત છે.
જગતમાં આત્મા કે જડ, જે કોઈ વસ્તુ સત્ વિદ્યમાન છે તે એકલી નિત્ય નથી કે
એકલી અનિત્ય નથી.
જો વસ્તુ સર્વથા નિત્ય હોય તો, તે કદી બદલે જ નહિ, એટલે તેમાં મિથ્યાત્વ
ટળીને સમ્યક્ત્વ થઈ શકે નહીં, દુઃખ ટળીને સુખ થઈ શકે નહિ; કર્મની મિથ્યાત્વ દશા
છૂટીને બીજી દશા થાય નહીં. સત્ વસ્તુ નિત્ય ટકીને