: ૬ : : માગશર : ૨૪૯૬
બદલતી હોય તો જ એ બધું સંભવે. માટે કહે છે કે સત્ એટલે કે વિદ્યમાન વસ્તુ સર્વથા
નિત્ય કે સર્વથા ક્ષણિક નથી.
વસ્તુ જો સર્વથા અનિત્ય હોય તો, તે ટકે નહિ, એટલે ‘કાલે હતો તે હું આજે છું,
પૂર્વ ભવમાં હતો તે હું જ આ ભવમાં છું–’ એવું પ્રત્યભિજ્ઞાન અર્થાત્ નિત્યતાનું જ્ઞાન
ક્યાંથી થાય? વસ્તુની નિત્યતાને કારણે જ એવું જ્ઞાન થાય છે. અને એવા જ્ઞાનવાળા
જીવો નજરે પણ દેખાય છે.
વળી વસ્તુ જો સર્વથા નિત્ય હોય તો, એક અવસ્થા પલટીને બીજી
અવસ્થા ક્યાંથી થાય? બદલ્યા વગર મિથ્યાત્વ ટળીને સમ્યક્ત્વ ક્્યાંથી થાય?
શ્રુતજ્ઞાન ટળીને કેવળજ્ઞાન કયાંથી થાય? વસ્તુમાં અનિત્યતાને કારણે
અવસ્થાઓ પલટે છે.
આ રીતે વસ્તુ નિત્ય–અનિત્યરૂપ છે. નિત્ય અનિત્ય એવા સ્વરૂપે જ
વસ્તુનું અસ્તિત્વ છે. નિત્યતા હોવાથી ધ્રુવપણું છે, અને અનિત્યતા હોવાથી તેને
ઉત્પાદ–વ્યય પણ છે. આ રીતે ઉત્પાદ–વ્યય–ધ્રુવ એવા ત્રણ સ્વરૂપે વસ્તુનું
અસ્તિત્વ છે; તેને જ સત્તા કહેવાય છે. દરેક વસ્તુ સ્વાધીનપણે આવી સત્તાસ્વરૂપ
છે.
જગતની જેટલી સત્ વસ્તુઓ છે તે બધી પોતે જ ઉત્પાદ–વ્યય–ધ્રુવસ્વરૂપ
છે. તેની પર્યાયનો ઉત્પાદ પોતાથી જ છે, તેની મિથ્યાત્વાદિ પર્યાયનો વ્યય પણ
પોતાથી જ છે, બીજાથી નથી. તેનું કાયમ ટકવારૂપ ધ્રુવપણું પણ પોતાથી જ છે,
બીજાથી નથી.
આ એકલા જીવની વાત નથી પણ જગતના બધા પદાર્થોની વાત છે. દરેક
પદાર્થનું સત્પણું એટલે કે અસ્તિત્વ પોતાના ઉત્પાદ–વ્યય–ધ્રુવ એવા ત્રણસ્વરૂપે છે.
એકના ઉત્પાદ–વ્યય–ધ્રુવમાં બીજાની સત્તા નથી, એટલે બીજો તેના ઉત્પાદ–વ્યય–ધ્રુવને
કરે એવું સત્ નથી.
વસ્તુ પોતાના સ્વરૂપથી ઉત્પાદ–વ્યય–ધ્રુવરૂપ છે, તેમ તેની સત્તા પણ ઉત્પાદ–
વ્યય–ધ્રુવ એવા ત્રિલક્ષણસ્વરૂપ જાણવી. વસ્તુ ભાવવાન છે, સત્તા તેનો ભાવ છે, તેમને
કથંચિત્ એકતા છે, એટલે જેવી વસ્તુ છે એવી જ તેની સત્તા છે.