Atmadharma magazine - Ank 317
(Year 27 - Vir Nirvana Samvat 2496, A.D. 1970).

< Previous Page   Next Page >


PDF/HTML Page 20 of 57

background image
: ફાગણ: ૨૪૯૬ આત્મધર્મ : ૧૭ :
પાલેજપુરીમાં ચૈતન્યરસના વેપારી
* ‘અનંતનાથ’ ભગવાન...
એટલે અનંત ગુણરત્નોથી
ભરેલો ચૈતન્યરત્નાકર
માહવદ બીજના રોજ પાલેજ શહેરમાં પધારતાં સ્વાગત બાદ જિનમંદિરમાં
અનંત જિનેન્દ્રદેવનાં દર્શન–વંદન કરીને, પછી મંગલપ્રવચનમાં અનંત ગુણના
રત્નાકરનો મહિમા બતાવતાં ગુરુદેવે કહ્યું કે–સ્વયંભૂરમણસમુદ્ર (કે જે અસંખ્ય યોજન
મોટો છે) તેમાં રત્નો ભર્યા છે, તેની રેતી રત્નોની રજની બનેલી છે; સમુદ્રમાં રત્નો
ભર્યા હોવાથી તેને રત્નાકર કહેવાય છે; તેમ આ આત્મા અનંત ગુણરત્નોથી ભરેલો
ચૈતન્યરત્નાકર છે; જ્ઞાન–શ્રદ્ધા–આનંદ વગેરે અનંત રત્નો તેમાં ભરેલા છે. અહીં
(પાલેજ જિનમંદિરમાં) અનંતનાથભગવાન બિરાજે છે, તેમ દરેક આત્મામાં અનંત
ગુણથી ભરેલો અનંતનાથ પરમાત્મા બિરાજે છે. પણ પરની કિંમત આડે પોતે પોતાની
કિંમત ભૂલી ગયો છે. પોતે પોતાની કિંમત કરે તો તેનો આનંદ પ્રાપ્ત થાય છે, ને
અંદરમાં ડુબકી મારતાં સમ્યગ્દર્શનથી માંડીને કેવળજ્ઞાનરૂપ નિર્મળ રત્નો હાથ આવે છે.
પર તરફનું વલણ છોડીને અંતરના ચૈતન્યસમુદ્રમાં અવગાહન કરતાં આનંદરસના
કણીયા હાથ આવે છે, તે મંગળ છે.
* ચૈતન્યરસના વેપારી
“ચૈતન્યરસના અપૂર્વ વેપારી.....જ્ઞાનદાન આપે અપાર....ભવ્ય સહુ આવો
જોવાને....” એક વખતના પાલેજપુરીના એ વેપારી આજે એનાથી જુદી જાતનો
ચૈતન્યરસનો વેપાર કરી રહ્યા છે, ચૈતન્યરસનું સ્વરૂપ સમજાવી જગતના જીવોને અપૂર્વ
જ્ઞાનદાન આપે છે...અને ભારતભરના જિજ્ઞાસુ–ગરાગો તે લેવા ઉમટી રહ્યા છે.–આવા
ભાવસૂચક ભક્તિ પૂ. બેનશ્રી–બેને પાલેજમાં કરાવી હતી.
* સુખથી ભરેલો ચૈતન્યદરિયો....તેને અંતરમાં શોધો *
બપોરે પ્રવચનમાં સ. કળશ ૩૨ ઉપર પ્રવચન કરતાં ગુરુદેવે કહ્યું–અહો, આ
આત્મા ચૈતન્યનો મહા દરિયો અનંત ગુણથી ભરીઓ; જ્ઞાની તેનો અનુભવ કરીને