: ફાગણ: ૨૪૯૬ આત્મધર્મ : ૧૯ :
તેથી ભ્રમણારૂપી તરણાંની ઓથે આખો ચૈતન્યદરિયો ઊછળતો તેને દેખાતો નથી. અરે!
એને પોતાના આત્માને જોવાનો ઉત્સાહ ને ઉલ્લાસ અંતરમાં આવતો નથી. અંદરમાં
ઉલ્લાસ લાવીને જિજ્ઞાસાથી સમજવા માંગે તો આઠ વર્ષના બાળકને પણ સમજાય તેવી
વાત છે. વેપાર–ધંધાના પાપ આડે આત્માના હિતની દરકાર કરતો નથી, પણ બાપુ! એ
તો બધું ફૂ થઈને ચાલ્યું જશે. માટે આત્મા માટે નિવૃત્તિ લઈને તેની સમજણ કરવા જેવી
છે. રે જીવ! તારો પ્રભુ તારામાં છે.....અંતરમાં તારા આત્માને તું દેખ.
કોણ મુક્તિ
પામે છે?
કોણ મુક્તિ પામે છે?
જેઓ શુદ્ધ આત્માનો અનુભવ કરે છે તેઓ જ મુક્તિ
પામે છે.
કોણ મુક્તિ નથી પામતો?
જેઓ શુદ્ધઆત્માનો અનુભવ નથી કરતા ને પરનો
આશ્રય કરે છે તેઓ મુક્તિ નથી પામતા.
વ્યવહારનો આશ્રય શા માટે છોડવો?
કેમકે વ્યવહારનો આશ્રય તે પરનો આશ્રય છે, ને પરનો
આશ્રય કરવાથી મુક્તિ થતી નથી, પરનો આશ્રય તો બંધનું જ
કારણ છે. માટે બંધથી જેણે છૂટવું હોય તેણે પરાશ્રિત વ્યવહારને
છોડવો.
નિશ્ચયનો આશ્રય શા માટે કરવો?
કેમકે નિશ્ચય તે સ્વદ્રવ્યના આશ્રયે છે, તેનો આશ્રય
કરવાથી જ મુક્તિ થાય છે. માટે મોક્ષાર્થી જીવે નિશ્ચયનો આશ્રય
કરવો.