: ૨૦ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૬
શિરપુર (અંતરીક્ષ–પાર્શ્વનાથ) માં પાર્શ્વનાથપ્રભુની પ્રતિષ્ઠાનો
પંચકલ્યાણક મહોત્સવ
તા. ૨ માર્ચ માહ વદ ૯ ના રોજ પૂ. શ્રી કાનજી સ્વામી શિરપુર પધાર્યા.....
ઉત્સાહભર્યું ભવ્ય સ્વાગત થયું.....પ્રાચીન જિનમંદિરે (અંતરીક્ષ પાર્શ્વનાથવાળા મંદિરે)
દર્શન કરીને ત્યાં જૈન ધર્મધ્વજ ચડાવ્યો; અને પછી પારસનગર પ્રતિષ્ઠામંડપમાં
મંગલગીત અને સ્વાગત–પ્રવચન બાદ મંગલ–પ્રવચનમાં ગુરુદેવે કહ્યું કે ભગવાન
આત્માનો સ્વભાવ સ્વયં સાક્ષાત્ મંગળરૂપ છે; તે ત્રિકાળ મંગળ છે, તેના લક્ષે
વીતરાગતા પ્રગટ કરવી, ને રાગ–દ્વેષ–અજ્ઞાનનો નાશ કરવો, તે મંગળ છે. સમ્યક્ત્વાદિ
પવિત્રતાને પમાડે ને મિથ્યાત્વાદિ પાપોને ગાળે તે સાચું મંગળ છે.
वंदित्तुं सव्वसिद्धे......સમયસારની આ પહેલી ગાથાની ટીકામાં આચાર્યદેવે
સૌથી પહેલાં अथ શબ્દ મૂક્યો છે તે મંગળસૂચક છે, તે અપૂર્વ સાધકભાવની શરૂઆત
સૂચવે છે. સૌથી પહેલાં સિદ્ધ ભગવાનને આત્મામાં સ્થાપીને ‘સમયસાર’ ની શરૂઆત
કરીએ છીએ, એટલે કે આનંદસ્વરૂપ આત્માની દ્રષ્ટિવડે હવે સિદ્ધદશાના સાધકભાવની
શરૂઆત થાય છે, તે અપૂર્વ મંગળ છે. ‘અંતરીક્ષ’ એટલે રાગનું પણ જેને અવલંબન
નથી એવો નિરાલંબી ભગવાન આત્મા, તેના લક્ષે રાગ–દ્વેષ–મોહ વગરનો જે આનંદરૂપ
ભાવ પ્રગટ કર્યો તે જ મારું અપૂર્વ મંગળ છે; અને જગતના બધા જીવોને પણ તે જ
મંગળરૂપ છે.
–આવા અપૂર્વ મંગલપૂર્વક મહાન ઉત્સવનો પ્રારંભ થયો.
મહારાષ્ટ્રમાં આકોલાથી ૪પ માઈલ દૂર આવેલ શિરપુર આઠેક હજારની
વસ્તીવાળું જૂનું ગામ છે, બે જિનમંદિરો છે, દિગંબર જૈનોના પ૦ જેટલા ઘર છે;
ત્યાં એક નવીન ચૈત્યાલયમાં પાર્શ્વનાથપ્રભુની પ્રતિષ્ઠાનો ભવ્ય પંચકલ્યાણક
મહોત્સવ માહ વદ ૯ થી ફાગણ સુદ બીજ સુધી થયો; તેની અપૂર્વ શરૂઆત ઉપરના
મંગલપૂર્વક થઈ.
સ્વાગત–અધ્યક્ષ કારંજાના શેઠ ઋષભદાસજીની વતી તેમના પુત્ર નરેન્દ્રકુમારજીએ
સ્વાગત–પ્રવચન કર્યું; તથા ધન્યકુમારજી–કે જેમણે તન–મન–ધનથી અંતરીક્ષ–પાર્શ્વનાથ
વગેરે જિનમંદિરોની રક્ષા માટે તથા દિગંબર જૈનસમાજના મૂળભૂત હક્કો પુન: પ્રાપ્ત કરવા
માટે પ્રયત્ન કર્યો છે અને આ મહાન ઉત્સવ માટે જેમની મુખ્ય પ્રેરણા