: ફાગણ: ૨૪૯૬ આત્મધર્મ : ૨૧ :
છે, તેમણે પાર્શ્વપ્રભુની ભાવભીની સ્તુતિવડે મંગલાચરણ કર્યું.
ઉત્સવ પ્રસંગે શિરપુરના પાદરમાં પારસનગર વસી ગયું હતું; તેની શોભા
અનેરી હતી.....મુંબઈ જેવા શહેરમાં જેવી મંડપરચના થાય એવી જ ભવ્ય
મંડપરચના નાનકડા ગામમાં થઈ ગઈ હતી. ભગવાન પધારે ત્યાં ભવ્ય નગરી
રચાઈ જાય–એ વાત નજરે દેખાતી હતી. ચારેકોર સેંકડો ડેરા–તંબુમાં હજારો જૈનો
વસી ગયા હતા. મરાઠી–હિંદી–ગુજરાતી અનેક ભાષાના સાધર્મીઓનો ધાર્મિકમેળો
દેખીને આનંદ થતો હતો.
શિરપુરનગરીમાં બે જિનાલયો છે. એક મંદિરને પવળી મંદિર કહેવાય છે,
તેમાં પાંચસો–છસો વર્ષ પ્રાચીન દિગંબરપ્રતિમા પાર્શ્વપ્રભુની બિરાજે છે. મંદિર
નીચેના ભંડકમાંથી અનેક દિગંબર મૂર્તિઓ નીકળી છે, તેમજ પ્રાચીન મંદિરના
થાંભલે થાંભલે અનેક દિગંબર જિનપ્રતિમા કોતરેલી છે,–જાણે કે એ પાષાણસ્થંભ
પણ પોકાર કરે છે કે અહીં વીતરાગી દિગંબર જિનબિંબો બિરાજમાન છે. મંદિરમાં
બિરાજમાન પાર્શ્વપ્રભુના પ્રતિમા અતીવ મનોજ્ઞ છે. આ મંદિરની બાજુમાં એક
નૂતન ચૈત્યાલય નિર્માણ થયું છે ને તેમાં પાર્શ્વપ્રભુની સ્થાપનાનો આ પંચકલ્યાણક
મહોત્સવ છે.
બીજું પ્રાચીન મંદિર–જમીન નીચે ભોંયરામાં છે, જેમાં બધી (સોળ) વેદીઓમાં
દિગંબર જિનબિંબો બિરાજે છે, તેમજ ‘અંતરીક્ષ પાર્શ્વનાથ’ તરીકે ઓળખાતી પ્રતિમા
પણ અહીં બિરાજે છે. મૂળપ્રતિમાજી દિગંબર શૈલીના, અર્ધપદ્માસને બિરાજમાન છે,
ત્રણેક ફૂટના ઉત્તમ પાષાણનિર્મિત છે, હાલમાં તેમના પૂજન માટે દિગંબર અને
શ્વેતાંબરના ત્રણ–ત્રણ કલાકના વારા હોય છે. દિગંબર જૈનો નિરાભરણરૂપ
વીતરાગદશામાં પૂજે છે, ને શ્વેતાંબરભાઈઓ સાભરણ બનાવીને પૂજે છે. બંને
અવસ્થામાં દર્શન કર્યા, નિરાભરણ દશા વખતે પ્રભુની જે સહજ વીતરાગતા દેખાય છે,
–સાભરણ દશા વખતે તે ઢંકાઈ જાય છે. આ પ્રભુને દેખતાં હૃદયમાં સહેજે કાવ્યની
સ્ફુરણા થઈ કે–
અંતરીક્ષ પ્રભુ આપ જ સાચા દેખી રહ્યા નિજ આતમરામ;
રાગતણું પણ નહીં આલંબન, સ્વયંજ્યોતિ છો આનંદધામ.
રત્નત્રય આભૂષણ સાચું જડ–આભૂષણનું નહીં કામ,
ત્રણલોકના મુગટ સ્વયં છો.....શું છે સ્વર્ણમુગટનું કામ?