Atmadharma magazine - Ank 317
(Year 27 - Vir Nirvana Samvat 2496, A.D. 1970).

< Previous Page   Next Page >


PDF/HTML Page 25 of 57

background image
: ૨૨ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૬
પાર્શ્વપ્રભુના પ્રતિષ્ઠા–મહોત્સવમાં જૈનસમાજનો ઉત્સાહ અનેરો હતો.
શરૂઆતના દિવસોમાં પાંચેક હજાર માણસો એકઠા થયા હતા. મંગલ–પ્રવચન પછી
તરત પારસનગરના પ્રાંગણમાં જૈન ઝંડારોપણ થયું હતું. ઝંડારોપણની ઉછામણી
ભાઈશ્રી ધન્યકુમારજી મોતીરામજી બેલોકર (ઢલાસા) એ લીધી હતી.
બપોરે અધ્યાત્મ–પ્રવચનસપ્તાહનું ઉદ્ઘાટન કરવા જિલ્લાધ્યક્ષશ્રીએ પૂ. ગુરુદેવને
પ્રાર્થના કરી હતી, અને સમયસાર ગા. ૭૨ ઉપર ગુરુદેવે પ્રવચન શરૂ કર્યા હતા. મરાઠી–
ગુજરાતીભાષાઓ સમજવામાં પરસ્પર થોડી કઠિણાઈ હોવા છતાં, હજારો શ્રોતાજનો
એકાગ્રચિત્તે અધ્યાત્મવાણી સાંભળતા હતા. રાત્રે શરૂના બે દિવસ સુંદર અધ્યાત્મચર્ચા
ચાલતી હતી. આ પ્રતિષ્ઠા પ્રસંગે વિશેષ જ્ઞાનપ્રચાર અર્થે ‘જૈનબાળપોથી’ ની મરાઠી
આવૃત્તિની દશહજાર નકલ આબાલ–વૃદ્ધ સૌને ભેટ આપવામાં આવી હતી,–જેનો પ્રારંભ
ગુરુદેવના સુહસ્તે થયો હતો. મહોત્સવના પ્રારંભમાં પંચપરમેષ્ઠી ભગવંતોનું
પૂજનવિધાન થયું હતું.
તા. ૪ માહ વદ ૧૧ ના વહેલી સવારમાં નાંદીવિધાન મંગલકુંભસ્થાપન
(માતાજીના સુહસ્તે), તથા ઈન્દ્રપ્રતિષ્ઠા, આચાર્યઅનુજ્ઞા વગેરે વિધિ થઈ. પંચકલ્યાણક
પાર્શ્વનાથપ્રભુના થયા હતા. પિતા–માતાની સ્થાપનાનું સૌભાગ્ય ખેરાગઢના શેઠશ્રી
ખેમરાજ કપુરચંદ તથા તેમના ધર્મપત્ની શ્રી ઝનકારીબેનને પ્રાપ્ત થયું હતું આની
ખુશાલીમાં તેમના તરફથી રૂા. ૧૧, ૧૧૧/–શિરપુર પ્રતિષ્ઠાફંડમાં આપવામાં આવ્યા
હતા. ૧૬ ઈન્દ્ર–ઈન્દ્રાણીની બોલીમાં પ્રથમ સૌધર્મ ઈન્દ્રની બોલીમાં રૂા. ૨૭, ૦૦૧/–
થયા હતા. ધન્યકુમારજીના ભાઈ મંગલચંદજી મોતીરામજી બેલોકર તથા તેમના
ધર્મપત્ની સૌ. ચેલનાદેવી, તેઓ સૌધર્મ ઈન્દ્ર તથા શચી ઈન્દ્રાણી થયા હતા. પ્રવચન
પછી ઈન્દ્રોનું વિશાળ સરઘસ ધામધૂમથી નગરીમાં ફરીને જિનેન્દ્રદેવના દર્શન–પૂજન
કરવા આવ્યું હતું. બપોરે યાગમંડલ વિધાનદ્વારા ઈન્દ્રોએ નવ દેવતાનું (અરિહંત, સિદ્ધ,
આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, જિનધર્મ, જિનવાણી, જિનાલય, જિનબિંબ–એ નવ પૂજ્ય
દેવોનું) ખાસ પૂજન કર્યું હતું.
રાત્રે, સોનગઢની આઠ કુમારિકા બહેનો દ્વારા પાર્શ્વપ્રભુની મંગલસ્તુતિપૂર્વક
પંચકલ્યાણક વિધિનો પ્રારંભ થયો હતો. સૌધર્મઈન્દ્રની સભામાં તત્ત્વચર્ચા, સમ્યક્ત્વનો
મહિમા, સ્ત્રીપર્યાયની હીનતા છતાં તેને જ તીર્થંકરની માતા થવાની મહત્તાનું સૌભાગ્ય,
વગેરેનું વર્ણન થયું, અને છમાસ પછી ભરતક્ષેત્રમાં અવતરનારા ૨૩મા