Atmadharma magazine - Ank 317
(Year 27 - Vir Nirvana Samvat 2496, A.D. 1970).

< Previous Page   Next Page >


PDF/HTML Page 27 of 57

background image
: ૨૪ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૬
ઉત્સવમાં ભાગ લેવા માટે અનેક પ્રાંતના ભક્તોનો મોટો સમૂહ ઉમટી પડ્યો
હતો. સેંકડો વર્ષોમાં નહીં થયેલો અદ્ભુત ઉલ્લાસભર્યો ઉત્સવ જોઈને નગરજનો
આશ્ચર્યમાં પડી જતા હતા અને ઉત્સવમાં રથયાત્રા વગેરે સર્વે પ્રસંગે સત્યધર્મ પ્રત્યે...
વીતરાગધર્મ પ્રત્યે...આત્મહિતના માર્ગ પ્રત્યે...સાચા દેવ–ગુરુ પ્રત્યે જે હર્ષોલ્લાસ
આનંદ–ભક્તિ–બહુમાન–અર્પણતા હજાર–હજાર ભક્તોના હૈયામાં ઉછળતા હતા અને
જૈનધર્મના જયજયકારથી આકાશ ગાજતું હતું–તે દ્રશ્ય તીર્થંકરના જીવંત માર્ગને
જગતમાં પ્રસિદ્ધ કરતું હતું...જૈનધર્મનું આવું ગૌરવ દેખીને ધર્મોલ્લાસથી હૃદય ઊછળતું
હતું. આવા ઉલ્લાસભર્યા વાતાવરણમાં સવારે પ્રવચન પછી અંતરીક્ષ પાર્શ્વનાથ પ્રભુ
સમક્ષ પૂ. બેનશ્રી–બેને સમૂહપૂજન અને ભક્તિ કરાવ્યા હતા....સાધકસંતો દ્વારા થતી એ
જિનોપાસના નિષ્પરિગ્રહી વીતરાગી ભગવાન જ ઝીલી શકે.....ને ભગવાન તો આવા
ભક્તોના જ હોય.–ધન્ય વીતરાગમાર્ગ! ધન્ય તેના દેવ! ને ધન્ય તેના ઉપાસકો.–એમ
અદ્ભુત ભાવો ઉલ્લસતા હતા પારસપ્રભુના ભક્તિ–પૂજનમાં.
સવારના પ્રવચનોમાં સમ્યકત્વના વિષયનું વર્ણન, અને બપોરના પ્રવચનમાં
દેવપૂજા, ગુરુભક્તિ, દાન વગેરે દ્વારા દેવ–ગુરુના અપાર મહિમાનું સ્વરૂપ, તથા દેવ–
ગુરુનું વીતરાગી સ્વરૂપ સમજાવતા હતા. બપોરે ઘટ્યાત્રા નીકળી હતી. રાત્રે કારંજા
બાલમંદિરના નાના બાળકોએ (શિક્ષિકાબેનોની ઉત્તમ દોરવણીપૂર્વક) ‘નમસ્કાર
મંત્રનો મહિમા’ અથવા ‘અમરકુમારની અમર કહાની’ નામનો અભિનય કર્યો હતો, તે
ખૂબ જ પ્રશંસનીય, ધર્મપ્રેરક ને વૈરાગ્યપ્રેરક હતો. બાલમંદિરના નાનકડા બાળકો પણ,
જો તેમને ધાર્મિક સંસ્કારો આપવામાં આવે તો કેટલું સુંદર કાર્ય કરી શકે છે ને
ધર્મપ્રભાવનામાં કેટલો મોટો ફાળો આપી શકે છે,–તે આ દ્રશ્યોમાં નજરે દેખાતું હતું.
નાના નાના બાળકો દ્વારા રજુ થતી ધાર્મિકભાવનાઓ દેખીને પંદરહજાર માણસોની
સભા વાહવાહ પોકારી ઊઠી હતી. ભારતભરની જૈન સંસ્થાઓ લાખો બાળકોમાં
ધાર્મિકસંસ્કારોનું સીંચન કરવા કોઈપણ જાતના પ્રતિબંધ વગર મુક્તહૈયે કટિબદ્ધ બને,
તો જૈનધર્મની સૌથી મહાન સેવા થાય. એક મંદિર કે એક મૂર્તિ માટે આપણે જેટલો
પ્રયત્ન કરીએ છીએ તેનાથી હજારગણો પ્રયત્ન આપણા લાખો બાળકોને ધાર્મિકસંસ્કાર
આપવા માટે કરવાની જરૂર છે. આ બાબતમાં કારંજાના કંકુબાઈ શ્રાવિકાશ્રમને અને
અભિનય કરનારા નાનકડા બાલુડાંઓને ધન્યવાદ! (“અમરકુમારની અમર કહાની’
નો ટૂંકસાર આગામી અંકમાં આપીશું.)