Atmadharma magazine - Ank 317
(Year 27 - Vir Nirvana Samvat 2496, A.D. 1970).

< Previous Page   Next Page >


PDF/HTML Page 28 of 57

background image
: ફાગણ: ૨૪૯૬ આત્મધર્મ : ૨૫ :
માહ વદ ૧૪ (તા. ૬) ના રોજ વિશ્વસેન મહારાજાના રાજદરબારમાં તેવીસમા
તીર્થંકર પાર્શ્વનાથપ્રભુના મંગલ જન્મની વધાઈ આવી પહોંચી. ચારેકોર આનંદ આનંદ
છવાઈ ગયો...ઘંટનાદ થયા....વાજાં વાગ્યા...હજારો લોકોનાં ટોળાએ બનારસી નગરી
તરફ પ્રભુજીનો જન્મોત્સવ જોવા દોડ્યા...દેવીઓ મંગલ–ગીત ગાતી ગાતી હર્ષાનંદથી
નાચવા લાગી...ઈન્દ્રોનુ ઈન્દ્રાસન કંપી ઊઠયું...અવધિજ્ઞાનથી તીર્થંકરજન્મ જાણીને ઈન્દ્રે
આનંદ પૂર્વક સિંહાસનથી ઊતરીને પ્રભુને નમસ્કાર કર્યા...એ નમસ્કાર દ્વારા પ્રસિદ્ધ કર્યું
કે જગતમાં પુણ્યફળરૂપ આ ઈન્દ્રપદનો મહિમા અમને નથી પણ ધર્મતીર્થના પ્રણેતા
એવા તીર્થંકરનો અપાર મહિમા છે, એટલે હે જીવો! તમે પુણ્ય કરતાં વીતરાગધર્મને
શ્રેષ્ઠ જાણીને તેની ભક્તિથી ઉપાસના કરો.
તરત ઐરાવત ઉપર ઈન્દ્રની સવારી કાશી નગરીમાં આવી પહોંચી; પ્રદક્ષિણા
કરી, ને શચીદેવીએ માતાજી પાસે જઈને બાલતીર્થંકરને તેડયા...અહા! પ્રભુનો સ્પર્શ
થતાં જાણે મોક્ષનો જ સ્પર્શ થયો...એવા આનંદથી તે ઈન્દ્રાણી પણ એકાવતારી બની
ગઈ. પ્રભુને ગોદમાં લઈને ઈન્દ્રને આપ્યા, ઈન્દ્ર તો આશ્ચર્યથી જોઈ જ રહ્યા, ફરી ફરીને
જોઈ જ રહ્યા; એ ક્ષાયકસમ્યગ્દ્રષ્ટિ બાળકને જોતાં એનાં હજાર નેત્રો તૃપ્ત તૃપ્ત થયાં.
અને ઐરાવત ઉપર બિરાજમાન કરીને પ્રભુની સવારી મેરૂપર્વત તરફ ચાલી...સવારીનો
શરૂનો ભાગ જ્યારે મેરુ ઉપર પહોંચી ગયો ત્યારે તેનો છેડો હજી મંડપ પાસે હતો.
આખીયે શિરપુરનગરી આ જન્માભિષેકની સવારીથી છવાઈ ગઈ હતી. આશ્ચર્યકારી
હતી એ પ્રભુસવારી, અને અદ્ભુત હતો ભક્તોનો ઉલ્લાસ! પંદર હજાર ભક્તોની
વણઝાર વિધવિધ ભાષામાં સત્યધર્મના એટલે કે દિગંબર જૈનધર્મના જયઘોષ ગજાવતી
હતી,–“પારસપ્રભુના પગલે ચાલવા...ભક્તો સૌ તૈયાર છે; જિનશાસનની રક્ષા કરવા...
શિર દેવા તૈયાર છે”–એવા ધર્મપ્રેમથી નગરી ગાજતી હતી.
નુતન જિનાલય પાસે જ મેરૂપર્વતની રચના હતી, ત્યાં આવીને ઈન્દ્રોએ ત્રણ
પ્રદક્ષિણા કરી. થોડીવારમાં આનંદભર્યા કોલાહલ વચ્ચે પારસનાથ તીર્થંકરનો
જન્માભિષેક શરૂ થયો. અદ્ભુત હતું એ દ્રશ્ય! અદભુત હતો એ જિનેન્દ્રમહિમા! ગામના
ઘણા લોકો સમજતા નહીં હોય કે આ શું થાય છે?–પણ ધર્મનું આ કાંઈક સારૂં કામ
થાય છે એવી ભાવભીની લાગણીથી તેઓ હોંશેહોંશે દર્શન કરતા હતા. શ્રી કાનજી
સ્વામીએ પણ જિનેન્દ્ર અભિષેક કર્યો હતો; એ વખતે જાણે ઉત્તમ ભૂત–ભાવિનું મિલન
થતું હોય એવું દ્રશ્ય હતું. આસપાસના ગામોની જનતાએ ઉલ્લાસથી સવા હજાર જેટલા
કળશો