Atmadharma magazine - Ank 317
(Year 27 - Vir Nirvana Samvat 2496, A.D. 1970).

< Previous Page   Next Page >


PDF/HTML Page 30 of 57

background image
: ફાગણ: ૨૪૯૬ આત્મધર્મ : ૨૭ :
દિગંબર પ્રતિમાઓ બિરાજે છે; તેમાં કોઈ મતભેદ નથી; માત્ર એક પ્રતિમા સંબંધી
મતભેદ છે–જે પ્રતિમા માટે શ્વેતાંબરભાઈઓ કહે છે કે તે રેતી અને છાણની બનેલી છે,
ત્યારે દિગંબરભાઈઓ કહે છે કે તે પાષાણની જ છે. ઉપરનો બનાવટી લેપ દૂર કરવામાં
આવે તો ભગવાનનું અસલી સ્વરૂપ તરત સ્પષ્ટ થઈ જાય અને ઝગડાનો નીકાલ આવી
જાય. વ્યવહારકુશળ જૈનસમાજને માટે આટલી સુગમ વાત પણ કેમ દુર્ગમ બની રહી છે
તે ખેદની વાત છે! અંતરીક્ષ–પાર્શ્વનાથ તરીકે ઓળખાતી આ પ્રતિમા બાબતમાં બીજો
એક ખુલાસો એ છે કે, ભૂતકાળમાં ગમે તેમ હો પણ હાલમાં આ પ્રતિમા જમીનથી ઊંચે
અધરપધર નથી બિરાજતી, જમણા હાથ તરફનો ભાગ તેમજ ડાબી તરફ પાછળનો
થોડોક ભાગ એમ બે ઠેકાણેથી તે જમીનને સ્પર્શેલી છે, બાકીના ભાગમાં પોલાણને લીધે
તે જમીનને સ્પર્શતી નથી. બીજું મંદિર જે પવળી મંદિર તરીકે ઓળખાય છે તે પાંચસો
વર્ષથી વધુ પ્રાચીન છે. તેના થાંભલે થાંભલે પ્રાચીન દિગંબરમૂર્તિઓ કોતરેલી છે, જેમાં
બિરાજમાન બધી મૂર્તિઓ દિગંબર છે, જેના ખોદકામમાંથી નીકળેલી બધી મૂર્તિઓ
(કેટલીક મોટી–મોટી ખંડિત મૂર્તિ છે તે પણ) દિગંબરી જ છે, અને પાંચસો વર્ષ પ્રાચીન
શિલાલેખમાં
શ્રી કુંદકુંદ નમ: એવો સ્પષ્ટ ઉલ્લેખ છે,–આવું સ્પષ્ટ નજરે દેખવા છતાં
શ્વેતાંબરભાઈઓ તે મંદિર ઉપર કેમ દાવો કરતા હશે! તે ન સમજાય તેવી વાત છે. રે
કળિકાળ! સો વર્ષનો અહીંનો ઈતિહાસ જાણનારા ને નજરે જોનારા નગરજનો (જેમાં
સો વર્ષ જેવડા વયોવૃદ્ધ પણ છે–) પણ સ્પષ્ટ કહે છે કે મૂળ મંદિર દિગંબરોનું જ છે.
અહીં પહેલેથી દિગંબર જૈનો જ રહે છે. શ્વેતાંબરભાઈઓ તો અહીં હતા જ નહીં, તેઓ
તો પાછળથી આવ્યા છે.
વિશેષ ઘણો લાંબો ઈતિહાસ છે, પણ તેમાં આપણે નહીં રોકાઈએ....કેમ કે
આપણે તો પારસકુમારની રાજસભામાં જવાનું છે.
દેખો...યહ પારસપ્રભુકા દરબાર લગ રહા હૈ. કિતના મનોહર હૈ પ્રભુકા દરબાર!
દેશોદેશના રાજાઓ આવીને બહુમાનથી ભેટ ધરે છે. અંતે જ્યારે અયોધ્યાનગરીનો દૂત
આવે છે ને અયોધ્યાનગરીના વૈભવનું, ત્યાં થયેલ ઋષભદેવ વગેરે પૂર્વ તીર્થંકરોનું
વર્ણન કરે છે ત્યારે તે સાંભળીને પારસકુમાર વૈરાગ્ય પામે છે.
બીજે દિવસે (માહ વદ અમાસની) સવારમાં વૈરાગી રાજકુમાર પારસનાથના
વૈરાગ્યની અનુમોદના કરવા લોકાંતિક દેવો આવી પહોંચ્યા; (લોકાંતિક દેવો
પંચકલ્યાણક વગેરેમાં ક્્યાંય નથી આવતા, માત્ર ભગવાનની દીક્ષાપ્રસંગે જ આવે છે.)