: ફાગણ: ૨૪૯૬ આત્મધર્મ : ૨૯ :
ઢગલા હો–બંને પ્રત્યે સમભાવ છે; જ્યાં એવો સમભાવ છે કે કોઈ શત્રુ નથી, કોઈ મિત્ર
નથી. એવી ચૈતન્ય લીનતા છે કે–
એકાકી વિચરતો વળી સ્મશાનમાં,
વળી પર્વતમાં વાઘ સિંહ સંયોગ જો;
અડોલ આસન ને મનમાં નહીં ક્ષોભ જો,
अपूर्व अवसर ऐसा हमको कब आयेगा?
આવી ભાવના તો ભગવાન ભાવતા હતા, ને પછી આજે સાક્ષાત્ એવી
મુનિદશા ભગવાને પ્રગટ કરી. દીક્ષા લઈને ધ્યાનમાં લીન થયા કે તરત અપ્રમત્તદશા ને
ચોથું જ્ઞાન ભગવાનને પ્રગટ્યું.
એક તરફ ચાર જ્ઞાનધારી પારસમુનિરાજ નિજ ધ્યાનમાં બિરાજી રહ્યા છે;
બીજી તરફ કાનજી સ્વામી પરમ ભક્તિથી મુનિદશાનો મહિમા સમજાવી રહ્યા છે,
પંદર હજાર શ્રોતાજનો મુગ્ધ બનીને વૈરાગ્યભાવનાને અનુમોદી રહ્યા છે; સભામાં
એક બાજુ એક મુનિરાજ, એક અર્જિકા, હજારો શ્રાવક–શ્રાવિકાઓ, તેમજ ઈન્દ્ર–
ઈન્દ્રાણીઓ અને ગજેન્દ્ર પણ છે. મહારાષ્ટ્રના વિધાનસભાના સ્પીકર શ્રી ભારદે
પણ આ પ્રસંગે આવી પહોંચ્યા હતા અને બહુમાનપૂર્વક કહ્યું હતું કે દુનિયામાં બીજા
દેશો ભલે મોટા ગણાતા હોય, પણ સાંસ્કૃતિક દ્રષ્ટિસે–આધ્યાત્મિક દ્રષ્ટિસે ભારત
સૌથી મહાન છે.
પૂજ્ય ગુરુદેવે મંગલપ્રવચનરૂપે કહ્યું કે–
દેહથી ભિન્ન આત્મા અંદર ચૈતન્યમૂર્તિ છે. તેનું ભાન કરવું તે મંગળ છે. જેમ
શ્રીફળનો ગોળો છોલાં–કાચલી અને છાલથી જુદો ધોળો મીઠો છે, તેમ આત્મા
ચૈતન્યનો આનંદગોળો છે તે શરીરથી–કર્મથી ને રાગથી જુદો છે, તેની શ્રદ્ધા ને અનુભવ
કરવો તે મંગળ છે.
અહીં લોકો પોતાની વ્યવસ્થામાં રોકાયેલા હતા ત્યારે પારસમુનિરાજ તો
વનવિહાર કરી ગયા...ધન્ય એ લોકનિરપેક્ષ મુનિરાજ! ધન્ય એમની વીતરાગતા!
નમસ્કાર હો એ દિગંબર મુનિરાજ ગુરુદેવના ચરણોમાં... ‘नमो लोए सव्व साहूणं’
બપોરે કારંજાના નાનકડા બાળકોએ ફરીને ‘અમરકુમારની અમર કહાની’ પૂ.
કાનજી સ્વામીની ઉપસ્થિતિમાં રજુ કરી...નાના બાળકોના આ અભિનયથી અને
સંસ્કારથી સૌએ પ્રસન્નતા વ્યક્ત કરી.