(પાર્શ્વપ્રભુના દશ ભવનું પુસ્તક–કે જે અંતરીક્ષ પાર્શ્વનાથ પ્રભુની સન્મુખ લખવાનું
પ્રારંભ કરેલ છે તે છપાઈને થોડા વખતમાં પ્રસિદ્ધ થશે.)
પ્રસંગ બન્યો. આહારદાનનો લાભ કારંજાના શેઠશ્રી ઋષભદાસજી શાહૂ તથા
સનાવદવાળા શેઠશ્રી કુંવરચંદજીને મળ્યો હતો; હજારો ભક્તોએ અનુમોદના કરી હતી;
અને પછી મુનિરાજના પગલે પગલે તેમની સાથે જઈને શ્રાવકોએ પરમ ભક્તિ કરી
હતી. આવી અદ્ભુત મુનિભક્તિ હૃદયમાં પ્રસન્નતા ઉપજાવતી હતી.
ગુરુદેવ પણ ઉપસ્થિત હતા. શેઠશ્રી તરફથી રૂા. પચીસહજાર ને એક ધર્મશાળા માટેના
ફંડમાં જાહેર કરવામાં આવ્યા હતા; તેમજ મુંબઈવાળા શેઠ કાન્તિભાઈ તરફથી રૂા.
પચીસ હજાર ને એક જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પૂ. કાનજી સ્વામીએ
જિનભક્તિપૂર્વક ભગવાનશ્રી પાર્શ્વનાથ વગેરે અનેક જિનબિંબો ઉપર મંત્રાક્ષર લખીને
અંકન્યાસ કર્યું હતું. પછી કેવળજ્ઞાનકલ્યાણક તથા સમવસરણ–રચના થઈ હતી. પ્રવચન
બાદ સાહૂ શાંતિપ્રસાદજી શેઠની અધ્યક્ષતામાં તીર્થક્ષેત્ર કમિટિની સભા થઈ હતી; તેમાં
આપણા તીર્થોની રક્ષા માટે, ઉદ્ધાર માટે અને ઉન્નતિ માટે આખા જૈન સમાજે
જાગૃતિપૂર્વક ઘણું કરવાનું છે તેનો ખ્યાલ આપવામાં આવ્યો હતો. ઓલ ઈન્ડિયા
રેડિયોની નાગપુર શાખાના પ્રતિનિધિઓ આ ઉત્સવનો તથા પ્રવચનનો અહેવાલ લેવા
માટે આવ્યા હતા.
પછી તરત જિનાલયોમાં જિનબિંબોનું સ્થાપન થયું હતું. સોનગઢમાં સીમંધર પ્રભુની
પ્રતિષ્ઠાનો દિવસ પણ આજે જ હતો; ને સોનગઢના સંત આજે અહીં જિનેન્દ્ર–પ્રતિષ્ઠા
કરી રહ્યા છે. હજારો ભક્તોના ઉલ્લાસ વચ્ચે ગુરુકહાને સુહસ્તે પારસ પરમાત્માની
પ્રતિષ્ઠા કરી, કમળ ઉપર પાર્શ્વનાથ ભગવાન અત્યંત વીતરાગભાવ