Atmadharma magazine - Ank 317
(Year 27 - Vir Nirvana Samvat 2496, A.D. 1970).

< Previous Page   Next Page >


PDF/HTML Page 34 of 57

background image
: ફાગણ: ૨૪૯૬ આત્મધર્મ : ૩૧ :
વરસાવતા શોભી રહ્યા હતા. મૌનપણે પણ એ મૂર્તિ જગતને કહેતી હતી કે ભગવાન
હોય તો આવા હોય. મૂળ પાર્શ્વનાથભગવાન ઉપરાંત બીજા પણ કેટલાય ભગવંતોની
પણ સ્થાપના થઈ હતી. પવળી મંદિરના ભંડકમાંથી નીકળેલા પ્રાચીન દિગંબર
પ્રતિમાઓની પણ તે મંદિરમાં પુન: સ્થાપના થઈ હતી. કુંદકુંદસ્વામી, અકલંકસ્વામી
વગેરે દિગંબર ગુરુઓના ચરણકમળની પણ સ્થાપના થઈ હતી. આવો આનંદકારી
ઉત્સવ દેખીને દરેક જૈનોનું હૈયું પુલકિત બન્યું હતું. સેંકડો વર્ષે શિરપુરમાં આવો ભવ્ય
ઉત્સવ ઉજવાયો ને પારસપ્રભુનો મહિમા સર્વત્ર વ્યાપી ગયો. ભારતના અનેક
પ્રાંતમાંથી દિગંબર જૈનોએ આવીને આ ઉત્સવમાં આનંદથી ભાગ લીધો હતો ને
“ભારતભરના જૈનો એક છીએ’ એવું સ્પષ્ટ વાતાવરણ ખડું કરી દીધું હતું. અંતરીક્ષ
પાર્શ્વનાથ પ્રભુના દર્શન માટે જે ભીડ જામતી હતી, ને પ્રભુના દર્શન પછી જે ભક્તિ
થતી હતી તેનાં દ્રશ્યો અદ્ભુત હતા. ઉત્સવ પ્રસંગે ચારેક લાખ રૂા. જેટલી આવક થઈ
હતી તથા ખર્ચ દોઢેક લાખ રૂા. થયું હતું. ગામની જૈન–જૈનેતર જનતાએ તેમજ બાસીમ–
કારંજા વગેરેના જૈનસમાજે ખૂબજ પ્રેમથી સહકાર આપીને ઉત્સવને શોભાવ્યો હતો.
સાથે એક વાતનો ઉલ્લેખ કરવો પણ જરૂરી છે કે ઉત્સવ દરમિયાન શ્વેતાંબર ભાઈઓએ
પણ કોઈ જાતની હિલચાલ વગર શાંતિ જાળવી હતી, તે પ્રશંસનીય છે. જૈનસમાજમાં
સદાય સર્વત્ર આવું શાંત વાતાવરણ જળવાઈ રહે તો કેવું સારૂં! આનંદથી ઉત્સવ પૂરો
થતાં બપોરે શાંતિયજ્ઞ અને પ્રવચન પછી જિનેન્દ્ર ભગવાનની ભવ્ય રથયાત્રા નીકળી
હતી. અને પારસ પ્રભુના જયજયકાર પૂર્વક પૂ. કાનજીસ્વામીએ શિરપુરથી જલગાંવ
તરફ પ્રસ્થાન કર્યું હતું.
રાત્રે ચીખલી ગામે રોકાયા હતા. અને ત્યાં જિનમંદિરમાં દર્શન કરીને બીજે
દિવસે ફાગણ સુદ ત્રીજની સવારમાં પૂ. ગુરુદેવ જલગાંવ શહેર પધાર્યા.
જલગાંવ શહેરમાં જિનબિંબ વેદીપ્રતિષ્ઠા–મહોત્સવ
ગુરુદેવ જલગાંવ પધારતાં આનંદપૂર્વક સ્વાગત કર્યું. અહીં જલગાંવમાં
શિખરબંધ નુતન જિનમંદિર લગભગ એક લાખ રૂા. ના ખર્ચે તૈયાર થયું છે, તેમાં
જિનેન્દ્રભગવંતોની વેદીપ્રતિષ્ઠાનો ઉત્સવ શરૂ થયો. બપોરના પ્રવચન પછી શેઠશ્રી
વૃજલાલ મગનલાલના સુહસ્તે જૈનઝંડારોપણ થયું; તથા કેશવલાલ મહીજીભાઈના
સુપુત્રો આનંદીભાઈ વગેરેએ પ્રતિષ્ઠામંડપમાં જિનેન્દ્રભગવાનને બિરાજમાન કર્યા.
પ્રભુજીની મંગલછાયામાં પ્રતિષ્ઠા–મહોત્સવ ચાલી રહ્યો છે, તેના વિગતવાર સમાચાર
આવતા અંકમાં વાંચશોજી, જયજિનેન્દ્ર
(જલગાંવ ફા. સુદ ત્રીજ: બ્ર. હ. જૈન)