Atmadharma magazine - Ank 317
(Year 27 - Vir Nirvana Samvat 2496, A.D. 1970).

< Previous Page   Next Page >


PDF/HTML Page 36 of 57

background image
: ફાગણ: ૨૪૯૬ આત્મધર્મ : ૩૩ :
હે સર્વજ્ઞ પરમાત્મા!
અભવ્યજીવ–મિથ્યાદ્રષ્ટિજીવ આપને ભજી શક્તા નથી, કેમકે એને સર્વજ્ઞ–
સ્વરૂપની ખબર જ નથી, એ તો રાગમાં તન્મય છે. ધર્મી જીવને ઓળખાણપૂર્વક
ભગવાનની ભક્તિ–પૂજાનો શુભભાવ આવે છે, પણ તે રાગ તેને અતન્મયપણે આવે
છે, રાગમાં તેને તન્મયબુદ્ધિ નથી, તન્મયબુદ્ધિ તો પોતાના શુદ્ધસ્વરૂપમાં જ છે. પોતાના
શુદ્ધ દ્રવ્ય–ગુણ–પર્યાય સિવાય કોઈ પરભાવમાં ધર્મી જીવ તન્મયપણું માનતા નથી.
જિનપદ એવું નિજપદ, એવા પૂર્ણ સ્વરૂપનું ભાન તે જિનદેવની પરમાર્થપૂજા છે,
અને એવા નિશ્ચયપૂર્વક અરિહંત પરમાત્માની ભક્તિનો શુભભાવ તે વ્યવહારપૂજા છે.
પણ કુદેવ કુગુરુ કુશાસ્ત્રના સેવનનો તો વિકલ્પ પણ ધર્મીને આવે નહીં. જોકે સાચા
વીતરાગી દેવગુરુની પૂજા ભક્તિનો ભાવ પણ શુભરાગ છે, તે ધર્મ નથી, તેમ તે રાગ તે
મિથ્યાત્વ પણ નથી; ધર્મીને તેનો ભાવ આવે છે, પણ કુદેવાદિનું સેવન તે તો મિથ્યાત્વ
છે, તેનું સેવન તો શ્રાવકને હોય જ નહીં.
અંતરમાં નિર્વિકલ્પ અનુભવ દ્વારા પોતાના નિજપરમાત્માનો આદર કરે છે, ને
બહારમાં શુભરાગ વખતે જિનદેવની પૂજા વગેરે કરે છે, જિનમંદિરો બંધાવે છે,
નિર્ગ્રંથગુરુઓને પૂજે છે. મુનિ ન મળે તો?–તો તેમનું સ્મરણ કરીને ભાવના કરવી; પણ
વિપરીતરૂપે મુનિદશા ન માનવી. મુનિદશા મોક્ષની સાક્ષાત્ સાધક, તેનું સ્વરૂપ વિપરીત
ન મનાય. સાચા ગુરુનું એટલે નિર્ગ્રંથ મુનિનું સ્વરૂપ બરાબર ઓળખીને, તેનાથી
વિપરીતની શ્રદ્ધા શ્રાવક છોડે છે. ભલે મુનિ હાજર ન દેખાય પણ તેના સ્વરૂપની શ્રદ્ધા
તો બરાબર કરવી જોઈએ. સાચા મુનિ ન દેખાય તો ગમે તેને મુનિ માની લેવાય
નહીં. સ્વયંભૂરમણ સમુદ્રમાં તો અસંખ્ય માછલા પાંચમા ગુણસ્થાનવર્તી શ્રાવક છે;
ત્યાં મુનિ ક્યાં છે?–ભલે ન હો, પણ તેનું સ્વરૂપ જેવું છે તેવું તે સમજે છે, તે વિપરીત
માનતા નથી. અંદરમાં આત્માનું ભાન છે ને સાચા દેવ–ગુરુની સ્થિતિ કેવી હોય તેનું
પણ ભાન છે.
દેવ–ગુરુની સાચી ઓળખાણ પૂર્વક, વીતરાગતાની ભાવનાથી જે શ્રાવક
જિનમંદિર બંધાવે છે ને તેમાં ભક્તિથી જિનબિંબ પધરાવે છે તે શ્રાવકને પ્રશંસનીય
કહ્યો છે (
ते श्रावका संमताः) અંદરમાં વીતરાગતાનું બહુમાન છે એટલે કે રાગથી ધર્મ
માનવાની મિથ્યાશ્રદ્ધા છોડી દીધી છે, ને બહારમાં મિથ્યા દેવ–ગુરુ–ધર્મને છોડીને