: ૩૪ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૬
વીતરાગતાના જ પોષક એવા સાચા દેવ–ગુરુ–ધર્મ પ્રત્યે બહુમાન આવ્યું છે, તેથી
જગતમાં વીતરાગમાર્ગની કેમ પ્રભાવના વધે, દેવ–ગુરુ–ધર્મનો મહિમા જગતમાં કેમ
ફેલાય એવા ભાવથી જિનમંદિર–જિનબિંબપ્રતિષ્ઠા વગેરેનાં ઉત્સવ કરાવે છે તેને
શાસ્ત્રકારોએ સંમત એટલે કે પ્રશંસનીય કહેલ છે. અહો, આવો સરસ વીતરાગમાર્ગ! તે
જગતમાં કેમ પ્રસિદ્ધ થાય એવી ભાવના શ્રાવકને હોય છે.
એક સુંદર વસ્તુ
ગતાંકમાં એક સુંદર વસ્તુ શોધી કાઢવાનું પૂછેલ, તે સુંદર વસ્તુ છે–મેરૂ પર્વત.
* તેના પગ પાતાળને અડે છે–કેમકે તેનું મૂળ જમીનમાં એક હજાર યોજન
ઊંડું છે.
* તેનું માથું સ્વર્ગને ભટકાય છે કેમકે તેની ટોચ પછી તરત સ્વર્ગની શરૂઆત
થાય છે
* તેના ખોળામાં ભગવાન નહાય છે, કેમકે તીર્થંકર ભગવંતોનો જન્માભિષેક
મેરૂ ઉપર થાય છે.
* સન્તો એના દર્શન કરે છે, કેમકે તેના ઉપર રત્નમય શાશ્વત જિનબિંબો
બિરાજે છે, તેમજ તીર્થંકરોના જન્માભિષેકને લીધે તે પાવન તીર્થ છે.
* દેવો પણ મેરુની વંદના કરવા આવે છે.
* મેરુ પર્વતથી ઊંચું મધ્યલોકમાં બીજું કાંઈ નથી, તેથી તે જૈનધર્મનું સૌથી
ઊંચું તીર્થ છે.
* જેટલા તીર્થંકર થાય તે બધાયને મેરુ પર્વત પર જન્માભિષેક માટે ઈન્દ્ર લઈ
જાય છે.
* જંબુદ્વીપનો મુખ્ય મેરુ પર્વત (સુદર્શન મેરુ) એક લાખ યોજન ઊંચો છે,
ધાતકી દ્વીપના બે મેરુ તથા પુષ્કર દ્વીપના બે મેરુ એ ચારે મેરુ ૮૪ હજાર
યોજન ઊંચા છે, બીજી બધી બાબતમાં તે સુદર્શન મેરુ જેવા જ લાગે છે; આ
રીતે મુખ્ય મેરુ પર્વતને ચાર નાના ભાઈ છે.
* તે પંચમેરુ પર બિરાજમાન સર્વે જિનબિંબોને નમસ્કાર