: ૩૬ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૬
(૧) આત્મજ્ઞાન પૂર્વક સંસારની અસારતાને સમજીને જેઓ તેનાથી વિરક્ત
થઈ, દિગંબર મુનિદશા ધારણ કરી, માત્ર પોતાના આત્માની ઉન્નત્તિરૂપ ધ્યેયસિદ્ધિ માટે
સદા ઉદ્યમવંત છે.
(૨) બીજા મનુષ્યો એવા છે કે જેઓને પોતાના આત્માની ઉન્નત્તિના ધ્યેયની
સાથે સાથે પૂર્વસંચિત કર્મઅનુસાર સાંસારિક પ્રવૃત્તિઓમાંથી પણ પસાર થવું પડે છે.
હવે આમાંથી પહેલાં પ્રકારના મનુષ્યોને માટે તો ખાસ કોઈ પ્રશ્નો ઉપસ્થિત થતા
નથી, કારણ કે તે સાધુઓ મહદ્ અંશે એકાંત જીવન પસંદ કરીને દુનિયાના કોઈ પણ
પ્રવાહમાં નહીં ખેંચાતા પોતાના આત્માની મસ્તીમાં જ મસ્ત રહે છે.
બીજા પ્રકારના મનુષ્યોને સંસારની અનેક ઝંઝટ વચ્ચે ઉત્તમ જીવન ક્યા પ્રકારે
જીવવું–તે સમસ્યા વિચારવાની છે.–આ માટે મારા જેવો સામાન્ય માનવી શું લખી શકે?
આપણા ‘આત્મધર્મ’ ના અંકો જ તે સામગ્રીથી ભરપૂર હોય છે.
સામાન્યપણે સારા કે માઠા ગણાતા પ્રસંગોમાં સુખ કે દુઃખની કલ્પના કરીએ
છીએ, તેવી કોઈપણ કલ્પનાથી પર થઈને માત્ર આપણા આત્મા તરફ જ ધ્યાન કેન્દ્રિત
કરવાથી, બંનેમાંથી કોઈ પ્રકારનો (રાગ–દ્વેષનો) ભાવ મનમાં ન આવતાં સાચી શાંતિ–
આનંદ ને સુખ થાય છે. આત્મા સ્વયં આનંદમય છે, તેથી તેના લક્ષે આનંદ થાય છે.
આવું આનંદમય જીવન એ જ ઉત્તમ જીવન છે.
જે સુખ–શાંતિ–આનંદ આત્મામાં છે તે પ્રાપ્ત કરવા માટે નિમિત્તરૂપે
આત્મોન્નત્તિમાં સહાયરૂપ થાય એવું શ્રવણ–વાંચન–સત્સંગ–ચર્ચા–વિચારણા તેમાં ભાગ
લેવો; અને સાંસારિક કાર્યો વખતે પણ આત્માભિમુખ રહેવાનો સતત પ્રયત્ન કરવો,–તે
ઉત્તમ જીવન જીવવાનો સર્વોત્તમ માર્ગ છે.
(નિબંધ નં: ૨) ઉત્તમ જીવન...(લે: ગીતાબેન ચાવડા, રાજકોટ)
ઉત્તમ જીવન જીવવા માટે અમે હંમેશા વહેલા ઊઠી આત્માનો વિચાર કરશું, અને
નમસ્કાર–મંત્ર બોલી પ્રભુનું સ્મરણ કરી, જિનમંદિરે દર્શન કરીશું, ત્યારબાદ શાસ્ત્રને
વંદન કરી તેની સ્વાધ્યાય કરીશું અને ગુરુનો ઉપદેશ સાંભળી તેના પર વિચાર કરશું.
(આ વ્યવહારશુદ્ધી)
પારમાર્થિક ઉત્તમ જીવન જીવવા માટે, હું અજર–અમર આત્મા છું, હું શરીર
નથી–એમ ઓળખશું; અને શરીર સુખી હોવાથી હું સુખી તથા શરીર