: ફાગણ: ૨૪૯૬ આત્મધર્મ : ૩૭ :
દુઃખી હોવાથી હું દુઃખી–એમ ન માનતાં ચૈતન્યસુખથી ભરેલા આત્મસ્વરૂપને ઓળખશું
અને રાગ–દ્વેષના ત્યાગનો ઉદ્યમ કરીશું.–એમ કરીને વીતરાગભાવરૂપ ઉત્તમ જીવન
જીવશું.
–એ માટે પ્રથમ તો જીવાદિ સાત તત્ત્વની સમજણમાં અનાદિની જે ભૂલ છે તે
દૂર કરી, સાત તત્ત્વને બરાબર ઓળખી, મિથ્યાત્વનો નાશ કરીશું, ને ભેદજ્ઞાન પ્રાપ્ત
કરીશું. કંદમૂળ વગેરે જે અભક્ષ છે તેનો ત્યાગ કરીશું. અને સમ્યક્ત્વની પ્રાપ્તિ માટે
જિનદેવે પ્રરૂપેલા સાચા તત્ત્વનો અભ્યાસ કરી આત્માનું સ્વરૂપ સમજશું.–એ જ ઉત્તમ
જીવન જીવવાની રીત છે.
–જેવી રીતે સમુદ્રમાં ડુબેલું અમૂલ્ય રત્ન ફરીથી હાથમાં નથી આવતું, તેવી રીતે
સંસારસમુદ્રમાં મનુષ્યપણું શ્રાવકકુળ અને જિનવચનોનું શ્રવણ કરવાનો સુયોગ મહા
ભાગ્યે મળ્યો છે. તેમાં જો આત્મકલ્યાણ ન કર્યું તો ફરીને તેની પ્રાપ્તિ દુર્લભ છે. માટે
આ અવસરને ન ગુમાવતાં આત્માના સ્વરૂપની ઓળખાણ કરીને જીવનને સફળ કરવું.
આત્મહિતૈષી જીવનું કર્તવ્ય છે કે ધન–ઘર–માતા–પિતા–કીર્તિ–નિંદા–રોગ–નીરોગી
શરીર તેનાથી આત્માને લાભ–નુકશાન ન માને; તેનાથી ભિન્ન આત્માને જાણવો. તે
પદાર્થો માત્ર જ્ઞેય છે; તેમાં કોઈને અનુકૂળ કે પ્રતિકૂળ માનવા તે જીવની ભૂલ છે.
અનુકૂળ કે પ્રતિકૂળ સંયોગો જીવને સુખ–દુઃખનાં કારણ નથી. પુણ્યના ફળમાં પણ હર્ષ
ન કરવો, કેમ કે તે આત્માથી ભિન્ન જાત છે, તેમાં પણ સુખ નથી.
રત્નત્રય તે જ ઉત્તમ છે; એટલે ઉત્તમ જીવન જીવવા માટે રત્નત્રયપૂર્વક હિંસાદિ
સર્વે પાપોનો ત્યાગ કરવો. (હિંસા–જૂઠૂં–ચોરી–અબ્રહ્મ અને પરિગ્રહ તે સર્વે પાપોને
રત્નત્રયવડે છોડવા.) વચનવિકલ્પ છોડીને (ગુપ્તિપૂર્વક) અત્યંત નિર્મળ
વીતરાગતાપૂર્ણ ધ્યાન કરવું, આત્મસ્વરૂપમાં ઉપયોગને એકાગ્ર કરીને લીન થવું.
હું ચૈતન્યસ્વરૂપ છું, પૂર્ણ જ્ઞાનસ્વરૂપ છું, પરથી ભિન્ન છું અને ત્રિકાળ
નિજસ્વરૂપમાં સ્થાયી છું, પૂરો પરમેશ્વર હું પોતે જ છું અને પરમાણુ માત્ર મારું નથી.–
આવું જે જાણે છે તે જ ઉત્તમ જીવન જીવે છે. તેથી કુંદકુંદસ્વામીએ કહ્યું છે કે–
“હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન–દર્શનમય ખરે,
કંઈ અન્ય તે મારું જરી પરમાણુમાત્ર નથી અરે!”
–આવી અનુભવદશારૂપ જીવન તે ઉત્તમ જીવન છે.