: ૫૨ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૬
–: વૈરાગ્ય સમાચાર:–
• રાજકોટમાં ભાઈશ્રી બ્ર. મૂળશંકર દેસાઈ તા. ૧૮–૨–૭૦ ના રોજ
સ્વર્ગવાસ પામ્યા છે. છેલ્લા કેટલાક વખતથી તેઓ ગંભીર રીતે બિમાર હતા; ગંભીર
બિમારીને કારણે તેમણે પૂ. શ્રી કાનજીસ્વામીને પત્ર લખીને રાજકોટ તેડાવ્યા હતા ને
ગદગદભાવે મન–વચન–કાયાથી ક્ષમાપનાનો ભાવ વ્યક્ત કર્યો હતો. ત્યારપછી તા. ૬–
૨–૭૦ ના રોજ ગુરુદેવ રાજકોટ પધાર્યા ત્યારે બીજી વખત પણ મૂળશંકરભાઈ પાસે
ગયા હતા. રાજકોટ સંઘ પોતાને સમાધિમરણ માટે સાથ આપે એવી ભાવના
મૂળશંકરભાઈએ વ્યક્ત કરી હતી, અને રાજકોટના સંઘે પ્રેમપૂર્વક તેમને પૂરો સાથ
આપ્યો હતો. આ પ્રકારના વાત્સલ્યથી તેઓ ખૂબ પ્રભાવિત થયા હતા. વીતરાગી દેવ–
ગુરુ–ધર્મની ઉપાસના વડે તેઓ આત્મહિત પામો.
• મુંબઈમાં તા. ૨પ–૨–૭૦ ના રોજ લીંબડીવાળા હિંમતલાલ છોટાલાલ
ડેલિવાળા સ્વર્ગવાસ પામ્યા છે. છેલ્લા કેટલાક વખતથી તેમને કેન્સરનું દર્દ હોવા છતાં
શાંતિથી ધાર્મિક વાંચન–શ્રવણ પણ કરતા હતા. સોનગઢ આવીને પણ અવારનવાર
લાભ લેતા હતા. સુરેન્દ્રનગરના બ્ર. શારદાબેનના તેઓ બનેવી થાય વીતરાગી દેવ–
ગુરુ–ધર્મની ઉપાસના વડે તેઓ આત્મહિત પામો.
• મોરબીવાળા ધારશીભાઈ જટાશંકરના પુત્ર નવીનચંદ્રના ધર્મપત્ની માહ
સુદ છઠ્ઠના રોજ શિવ (મુંબઈ) મુકામે ૨૭ વર્ષની વયે સ્વર્ગવાસ પામ્યા છે. અંતિમ
સમય સુધી જિનેન્દ્ર ભગવાનનું સ્મરણ કરતાં કરતાં તેમણે દેહ છોડયો. ગુરુદેવ સાથે
તેમણે તીર્થયાત્રા કરી હતી. વીતરાગી દેવ–ગુરુના શરણે તેઓ આત્મહિત પામો.
• વઢવાણવાળા જગજીવન લક્ષ્મીચંદના પુત્રી સવિતાબેન માહ સુદ ૮ નારોજ
૪૨ વર્ષની વયે સ્વર્ગવાસ પામ્યા છે. છેવટ સુધી તેમણે દેવ–ગુરુનું સ્મરણ તથા શાસ્ત્રની
સ્વાધ્યાયનું સ્મરણ કર્યું હતું તેમનો આત્મા દેવ–ગુરુ–ધર્મના શરણે આત્મહિત પામો.
જરૂર છે–
સુશિક્ષિત જૈન, હિસાબીકામ તથા કોઠારકામ જાણનાર આસિસ્ટન્ટ ગૃહપતિની
જરૂર છે. સંગીત તથા કસરત જાણનારને પ્રથમ પસંદગી આપવામાં આવશે.
તા. ૨૦–૪–૭૦ સુધીમાં પોતાના હસ્તાક્ષરમાં અરજી કરવી. અરજી સાથે
સર્ટીફિકેટો બિડવા.
લી.–
મંત્રીઓ, શ્રી જૈન વિદ્યાર્થીગૃહ, સોનગઢ (સૌરાષ્ટ્ર)