: ચૈત્ર : ૨૪૯૬ આત્મધર્મ : ૯ :
ફાગણ સુદ સાતમે પૂ. શ્રી કાનજીસ્વામી જલગાંવથી
ધરણગાંવ પધાર્યા અને જિનાલયના જિનબિંબોનાં દર્શન
બાદ સ. કળશ ૧૨૬ ઉપર પ્રવચન કર્યું, તેનો સાર.
આ સમયસાર કુંદકુંદાચાર્યદેવે બે હજાર વર્ષ પહેલાં રચ્યું હતું. તેઓ સીમંધર
પરમાત્મા પાસે અહીંથી દેહસહિત ગયા હતા, ને તેમની વાણી સાંભળીને આ શાસ્ત્ર
રચ્યું છે. તેમાં આત્માના સ્વભાવનું અલૌકિક વર્ણન છે.
આત્માનું નિજરૂપ જ્ઞાન ને આનંદરૂપ છે. શરીરને ધારણ કરવું તે કાંઈ આત્માનું
સ્વરૂપ નથી; રાગ કરવો તે પણ આત્માનું ખરૂં સ્વરૂપ નથી. આત્મા તે ચૈતન્યસ્વરૂપ છે.
ચૈતન્યમય આત્મા, અને જડરૂપતા ધરતો રાગ,–એ બંનેને ભિન્નતા છે. આવી
ભિન્નતાના ભાન વડે ભેદજ્ઞાન કરતાં પોતાનો ચૈતન્યદેવ પોતામાં જ દેખાય છે. જેવા
સર્વજ્ઞ પરમેશ્વર છે તેવો જ મારો આત્મા છે એવું ભેદજ્ઞાન વડે ધર્મીને ભાન થાય છે.
અહો, આવી દિવ્ય શક્તિવાળો આત્મા, તે પોતાના સ્વરૂપને ભૂલીને સંસારની
જંજીરમાં ફસાયો છે. પણ નિર્દોષ સ્વભાવનું ભાન કરતાં તે સંસારની જંજીર છૂટી જાય
છે. ચેતનતા અને રાગ એ બંને અત્યંત જુદા છે, અંતરમાં ભેદજ્ઞાનના ઉગ્ર અભ્યાસ વડે
બંનેની ભિન્નતા થાય છે ને આત્મા આનંદિત થાય છે. ભેદજ્ઞાન આત્માને આનંદરૂપ
કરતું પ્રગટ થાય છે. અજ્ઞાની પોતાના પવિત્ર આનંદમય ચૈતન્યભાવને ભૂલીને
(ગુંગાનો સ્વાદ લેનારા સુંદરજી રૂપા ભાવસારની માફક) રાગાદિ મલિન ભાવોનો
સ્વાદ લે છે ને તે રાગના સ્વાદમાં આનંદ માને છે. તેને આચાર્યદેવ સમજાવે છે કે
ભાઈ! આ રાગનો સ્વાદ એ કાંઈ આત્માનો ખરો સ્વાદ નથી. આત્માનો ખરો સ્વાદ
રાગ વગરનો, જ્ઞાન ને આનંદમય છે. રાગથી ભિન્ન આત્માના ભેદજ્ઞાન વડે આવા
આનંદનો સ્વાદ અનુભવમાં આવે, તેનું નામ ધર્મ છે.
પંચ પરમેષ્ઠી વીતરાગસ્વરૂપ છે, તેમના વીતરાગસ્વરૂપને કદી જીવે ઓળખ્યું
નથી, ઓળખ્યા વગર બહારથી પંચપરમેષ્ઠીને માની લ્યે, તેથી કાંઈ સમ્યગ્દર્શન થાય
નહીં. આત્માનું વાસ્તવિક સ્વરૂપ અરિહંત ભગવાન જેવું શુદ્ધ છે, તેમાં અંતર્મુખ દ્રષ્ટિ
કરીને પ્રતીત કરતાં સમ્યગ્દર્શન થાય છે, આવા સમ્યગ્દર્શન વગર