: ૧૦ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૯૬
કદી ધર્મ થાય નહીં. શ્રેણીક રાજાની મહારાણી ચેલણાદેવીને આવા આત્માનું ભાન હતું;
અને તેની સાથે યશોધર મુનિરાજ પાસે જઈને શ્રેણીક રાજા પણ ધર્મ પામ્યા હતા.
આવા આત્માના ભાનપૂર્વક પછી તીર્થંકરપ્રકૃતિ બાંધી છે અને આવતા ભવમાં તે
તીર્થંકર થશે. આવું સમ્યગ્દર્શન કરવું તે ધર્મ છે. રાજપાટમાં હોવા છતાં અને વ્રતાદિ ન
હોવા છતાં શ્રેણીક રાજાને સમ્યગ્દર્શન અને આત્મભાન હતું, તેના પ્રતાપે એક ભવમાં
તીર્થંકર થઈને, મુનિ થઈને મોક્ષ પામશે. સમ્યગ્દર્શન વગર ગમે તેટલી બીજી ક્રિયા કરે
તેનાથી ચાર ગતિ સિવાય બીજું કાંઈ મળે તેમ નથી.
અહો! આત્મા પોતે વિજ્ઞાનઘન ચેતન વસ્તુ છે, રાગ તેમાં પ્રવેશ કરતો નથી.
આવા આત્માને ભેદજ્ઞાન વડે જાણીને હે જીવો! તમે આનંદિત થાઓ. આવા ભેદજ્ઞાન
વડે જ આત્માનો સાચો આનંદ પમાય છે, પુણ્ય–પાપમાં ક્્યાંય સાચો આનંદ નથી. માટે
અંતરમાં રાગ અને જ્ઞાનની ભિન્નતાના દારૂણ તીવ્ર પ્રયત્ન વડે ભેદજ્ઞાન કરવું તે ધર્મ
છે.
હિંદુ કોણ?
જૈન કોણ?
હિન્દુ વિશ્વધર્મ પરિષદના કેટલાક કાર્યકરો
જલગાંવમાં પૂ. શ્રી કાનજી સ્વામી પાસે આવેલા; તે
વખતે પૂ. શ્રીએ ધર્મનો સાચો ભાવ સમજાવતાં કહ્યું કે
હિંસાથી જે દૂર રહે તેનું નામ ‘હિંદુ.’ રાગ–દ્વેષ–અજ્ઞાન
ભાવ તે હિંસા છે, અને હિંસાથી જે દૂર એટલે કે
આત્મજ્ઞાન અને વીતરાગતા પ્રગટ કરે તે ભાવ
અપેક્ષાએ હિંદુ કહેવાય છે. તેમણે મોહને જીત્યો તે
અપેક્ષાએ ‘જૈન’ કહેવાય, ને ભાવહિંસાથી તે દૂર થયો
તે અપેક્ષાએ ‘હિંદુ’ પણ કહેવાય. પ્રત્યેક આત્માની
સ્વતંત્રતાના સમ્યગ્જ્ઞાન વડે જે વીતરાગતા પ્રગટ કરે
તે જીવ ધર્મી છે, પછી તેને કોઈપણ ગુણવાચક નામથી
ઓળખી શકાય છે.