Atmadharma magazine - Ank 318
(Year 27 - Vir Nirvana Samvat 2496, A.D. 1970).

< Previous Page   Next Page >


PDF/HTML Page 42 of 48

background image
: ૪૦ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૯૬
છે, અને પોતાની ચેતના પોતાના સ્વદ્રવ્યના જ આશ્રયે છે, તેથી ચેતના વડે સ્વદ્રવ્ય
અનુભવમાં આવે છે. આવો જે ચેતનાલક્ષણથી લક્ષિત આત્મા છે તે અલિંગગ્રાહ્ય છે.
તેને ‘अलिंगग्रहण’ કહીને તેના વીસ અર્થો દ્વારા અત્યંત સ્પષ્ટ કરીને આત્માનું સ્વરૂપ
સમજાવ્યું છે.
પ્રથમ બોલમાં કહે છે કે આત્મા જાણનાર છે, તે ઈન્દ્રિયોવડે જાણતો નથી, જાણવું
એટલે ગ્રહણ કરવું, ઈન્દ્રિયો વડે ગ્રહણ કરવાપણું જેને નથી તે અલિંગગ્રહણ છે, એટલે
કે આત્મા અતીન્દ્રિય જ્ઞાનમય છે. શરીર અને ઈન્દ્રિયોથી આત્મા અત્યંત જુદો છે.
પર્યાયમાં પરોક્ષજ્ઞાન છે, ઈન્દ્રિયોનો સંબંધ છે, પણ તે ઈન્દ્રિયો કે તેના તરફનું ખંડખંડ
જ્ઞાન, તેને ખરેખર આત્મા કહેતા નથી, કેમકે એટલો આત્મા માનતાં આત્માનું સાચું
સ્વરૂપ અનુભવમાં આવતું નથી. દ્રવ્યેન્દ્રિયો–ભાવેન્દ્રિયો તથા તેના વિષયરૂપ વાણી
વગેરે પદાર્થો, તે ત્રણેને ‘ઈન્દ્રિયો’ ગણીને, તેનાથી ભિન્ન જ્ઞાનસ્વભાવ ૩૧ મી
ગાથામાં બતાવ્યો છે. એવા આત્માનો અનુભવ કરે તેણે ઈન્દ્રિયોને જીતી કહેવાય, અને
તે સમ્યગ્દર્શન છે. સર્વજ્ઞ ભગવાનનો તે પહેલો ભક્ત છે, ને તે સર્વજ્ઞની પરમાર્થ સ્તુતિ
છે. ઈન્દ્રિયો વડે કે તે તરફના જ્ઞાનવડે સર્વજ્ઞની સ્તુતિ થતી નથી. સર્વજ્ઞ ભગવાનની
પરમાર્થ સ્તુતિ (આરાધના) અતીન્દ્રિય જ્ઞાન વડે થાય છે. સ્વભાવને અવલંબનારું
સ્વભાવની જાતનું જ્ઞાન, તે જ આત્માનું સ્વરૂપ છે, એટલે કે આત્મા અતીન્દ્રિય
જ્ઞાનસ્વરૂપ છે.
આત્માનું જ્ઞાનસ્વરૂપ સત્ છે, અને ઈન્દ્રિયો અસત્ છે; એકલું ઈન્દ્રિય તરફનું
જ્ઞાન તે પણ અસત્ છે, તેને આત્માનું સ્વરૂપ કહેતા નથી. તે જ્ઞાન આનંદવાળું નથી.
જેની સાથે આનંદ ન હોય એને તો જ્ઞાન કોણ કહે? અતીન્દ્રિય જ્ઞાન દ્વારા જેણે પોતાના
અતીન્દ્રિય જ્ઞાનસ્વભાવને પકડ્યો તેણે બધાય શાસ્ત્રો જાણી લીધા.–વીતરાગ સર્વજ્ઞના
ઉપદેશનું આ રહસ્ય છે.
ભગવાન આત્માના અતીન્દ્રિય દરબારમાં પ્રવેશના દરવાજા જુદી જાતના છે.
ઈન્દ્રિયોના દરવાજા વડે આત્માના મહેલમાં પ્રવેશી શકાતું નથી, અતીન્દ્રિય જ્ઞાનવડે જ
આત્મદરબારમાં પહોંચાય છે.
ઈન્દ્રિયની જાત જુદી છે ને આત્માની જાત જુદી છે. અતીન્દ્રિય જાતવાળો આત્મા
તે ઈન્દ્રિયો વડે કેમ જાણે? અરે, અતીન્દ્રિય આત્માને ઈન્દ્રિયજ્ઞાનના અભિમાન શા?
ઈન્દ્રિયોનું આલંબન એ તો અતીન્દ્રિય આત્માને કલંક છે; તે આત્માનું સ્વરૂપ નથી ને
તેનાથી આત્માની શોભા નથી. અતીન્દ્રિય જ્ઞાનવડે જાણવાનું કામ કરે તે જ ખરો
આત્મા છે, એ જ આત્માનું સાચું ચિહ્ન છે.