Atmadharma magazine - Ank 318
(Year 27 - Vir Nirvana Samvat 2496, A.D. 1970).

< Previous Page   Next Page >


PDF/HTML Page 43 of 48

background image
: ચૈત્ર : ૨૪૯૬ આત્મધર્મ : ૪૧ :
અતીન્દ્રિય જ્ઞાનસ્વરૂપ આત્મા છે તેને ઈન્દ્રિયજ્ઞાનવડે જાણી શકાતો નથી.
આત્મા એવો સ્થૂળ નથી કે ઈન્દ્રિયજ્ઞાનમાં તે જણાય. ઈન્દ્રિયો તે આત્માની જાત નથી
એટલે તેના તરફના વલણથી આત્મા જણાય નહીં. ઈન્દ્રિયજ્ઞાન વડે જે કાંઈ જાણવામાં
આવે તે આત્માનું ખરૂં સ્વરૂપ નથી. જ્ઞાનસ્વરૂપ આત્મા છે, તે જ્ઞાનસ્વભાવ તરફ સીધી
ઢળેલી જ્ઞાનપર્યાય વડે જ આત્મા જણાય છે, તે જ્ઞાન આત્માની જાતનું છે.
કોઈ કહે કે આત્માને જાણી શકાય જ નહીં.
તો કહે છે કે–એમ નથી. આત્માને જાણી શકાય છે.–વિકલ્પ વડે કે ઈન્દ્રિયાશ્રિત
જ્ઞાનવડે આત્મા ભલે ન જણાય, પણ અતીન્દ્રિય જ્ઞાનવડે તેને પ્રત્યક્ષ જાણી શકાય છે.
જુઓ, આત્માનો અનુભવ કરવાના આ મંત્રો છે. અતીન્દ્રિય જ્ઞાનવડે આત્માને જાણ્યા
વગર બીજા કોઈ ઉપાયે ધર્મ થાય નહીં.
અતીન્દ્રિયજ્ઞાન કહો કે નિશ્ચયાલંબી જ્ઞાન કહો, ઈન્દ્રિયજ્ઞાન કહો કે વ્યવહાર–
અવલંબી જ્ઞાન કહો, નિશ્ચયસ્વભાવને અવલંબનારું જે અતીન્દ્રિયજ્ઞાન તેના વડે જણાય
એવો ભગવાન આત્મા છે. આત્મા એવો તૂચ્છ નથી કે ઈન્દ્રિયજ્ઞાનમાં આવી જાય.
જેમ મોટા રાજાને ભીખારી કહેવો કે તેની ઓછી કિંમત આંકવી તે તેનું અપમાન
અને અનાદર છે, મોટો ગુન્હો છે. તેમ અતીન્દ્રિયજ્ઞાનસ્વભાવી અનંતગુણસંપન્ન
ભગવાન આત્મા મોટો ચૈતન્યમહારાજા છે, તેને રાગ જેટલો કે ઈન્દ્રિયજ્ઞાનના વિષય
જેટલો માનવો તે તેનો અનાદર છે, મોટો ગુન્હો છે એટલે કે મિથ્યાત્વ છે. વિકલ્પાતીત
અતીન્દ્રિય જ્ઞાનવડે તેની સામે જોઈને બોલાવો તો જ જવાબ આપે એવો મોટો
ચૈતન્યભગવાન છે. આત્મસન્મુખ થયેલું તે જ ખરું જ્ઞાન છે, તે જ આનંદમય છે. ઈન્દ્રિય
તરફના ઝુકાવમાં તો દુઃખ છે.
આત્મા, જ્યાં ઈન્દ્રિયજ્ઞાનથી પણ જણાય એવો નથી ત્યાં જડ વાણીથી કે તે
તરફના વિકલ્પથી તો આત્મા કેમ જણાય? એ તો સ્વસંવેદનરૂપ પ્રત્યક્ષ જ્ઞાનથી જ
* * *
ઈન્દ્રિયગમ્ય ચિહ્નો વડે અનુમાન કરીને આત્માનું સ્વરૂપ જાણી શકાતું નથી.
આત્માને જાણવા માટે અજ્ઞાની જેટલા ઈન્દ્રિયગમ્ય સાધનો માને છે તે બધાય સાધન
ખોટા છે. તે સાધનો વડે જે જણાય છે તેવો આત્મા છે જ નહીં. અતીન્દ્રિયજ્ઞાનસ્વરૂપ
પરિણમેલો જે આત્મા તેને ઓળખવા માટે સામા જીવમાં પણ તે જાતનું અતીન્દ્રિયજ્ઞાન
જોઈએ. ધર્મનાં માપ ઈન્દ્રિયોથી પાર છે. (અનુસંધાન પૃ. ૪૪ નીચે)