: ૪૨ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૯૬
અમરકુમારની અમર કહાની
(નમસ્કારમંત્રનો પ્રભાવ)
પંચપરમેષ્ઠી ભગવંતોને જેમાં નમસ્કાર કરવામાં આવ્યા છે એવો
પંચનમસ્કાર મંત્ર તે જૈનોનો સર્વમાન્ય મહામંત્ર છે. જીવન–મરણના કોઈ
પ્રસંગે જૈન–બચ્ચો એ મંત્રને ભૂલતો નથી. પૂ. કાનજીસ્વામી શિરપુર
(અંતરીક્ષ–પાર્શ્વનાથ) પધારેલા ત્યારે પંચકલ્યાણક મહોત્સવ વખતે
કારંજાના નાનકડા બાળકોએ એક અતિ ભાવવાહી અભિનય વડે નમસ્કાર
મંત્રનો પ્રભાવ રજુ કર્યો હતો, એ નાટિકાનું નામહતું ‘અમરકુમારની
અમર કહાણી.’ પંદર હજાર પ્રેક્ષકો એ દ્રશ્ય દેખીને પ્રભાવિત થયા હતા. તે
કહાણીનો ટૂંક સાર અહીં રજુ કરીએ છીએ. (બ્ર. હ. જૈન)
(૧) જંગલમાં એક જૈનગુરુ બેઠા છે, પંચપરમેષ્ઠીના ધ્યાનમાં અને
આત્મચિંતનમાં તે મગ્ન છે. એકદમ શાંત વાતાવરણ છે. એવામાં અમરકુમાર નામનો છ
વર્ષનો ગરીબ પણ સંસ્કારી બાળક તે જંગલમાં આવે છે, જૈનગુરુને દેખીને રાજી થાય
છે, વંદન કરે છે. ગુરુ ધ્યાનમાંથી બહાર આવીને આશીર્વાદપૂર્વક તેને નમોક્કારમંત્ર
આપે છે. અમરકુમાર અત્યંત શ્રદ્ધા અને આદરપૂર્વક તે મંત્રને ગ્રહણ કરે છે, ને
ભક્તિપૂર્વક રોજ તેનું રટણ કરે છે.–એ વાતને કેટલોક વખત વીતી ગયો.
(૨) તે નગરીનો રાજા એક કોટ બંધાવે છે પણ તેનું બાંધકામ કોઈ કારણસર
આગળ ચાલતું નથી, વારંવાર તૂટી જાય છે. ત્યારે કોઈ અજ્ઞાની–કુગુરુ રાજાને સલાહ
આપે છે કે, જો કોઈ બાળકનું બલિદાન દેવામાં આવે તો ગઢનું કામ પાર પડે. મૂર્ખ રાજા
તે ઊંધી સલાહ સ્વીકારીને બલિદાન માટે બાળકને શોધે છે.
રાજાની આજ્ઞાથી નગરીમાં ઢંઢેરો પીટાય છે કે–જે કોઈ માણસ આ કામ માટે
બલિદાન ચઢાવવા પોતાનો પુત્ર આપશે તેનું રાજ્ય તરફથી સન્માન થશે અને પુત્રના
ભારોભાર સુવર્ણ મુદ્રા ઈનામ અપાશે.
(૩) અમરકુમારના પિતા ખૂબ દરિદ્ર હતા, તેમને આઠ પુત્રો હતા, સૌથી નાનો
અમરકુમાર. કુટુંબનું ભરણપોષણ મુશ્કેલીથી થતું. અમરકુમારના પિતા ઉપરનો ઢંઢેરો
સાંભળે છે, ને લોભવશ મૂઢ થઈને વિચારે છે કે અમરકુમાર રાજાને સોંપી દઉં તો મારું
દારિદ્ર મટી જાય. બ્રાહ્મણ ઘેર આવીને તેની સ્ત્રીને આ વાત કરે છે, કે આપણો