Atmadharma magazine - Ank 318
(Year 27 - Vir Nirvana Samvat 2496, A.D. 1970).

< Previous Page   Next Page >


PDF/HTML Page 9 of 48

background image
: ચૈત્ર : ૨૪૯૬ આત્મધર્મ : ૭ :
નિજપદ એકતા, ભેદભાવ નહીં કાંઈ’ એમ સર્વજ્ઞ જેવા પોતાના આત્માને જાણીને તેમાં
એકાગ્રતારૂપ ઉપાસના તે ઈશ્વરની પરમાર્થ ઉપાસના છે, ને તે જ સ્વયં ઈશ્વર થવાનો
(એટલે કે મોક્ષનો) ઉપાય છે.
હે જીવ! દેવ–ગુરુની સાચી સેવા–ઉપાસના કરવી હોય તો તેમના જેવા પોતાના
આત્માને ઓળખીને તું પણ તેમના જેવો થા. વીતરાગ થઈને વીતરાગદેવની સાચી
ઉપાસના થાય છે. એકલા રાગમાં રહીને વીતરાગદેવની ખરી ઉપાસના થતી નથી. રાગ
અને જ્ઞાનની ભિન્નતાનું જ્ઞાન કરવું તે વીતરાગમાર્ગની પહેલી ઉપાસના છે.
જગતમાં જીવ તેમજ અજીવ અનંતા છે; પ્રત્યેક જીવ ને પ્રત્યેક અજીવ સ્વતંત્ર
તત્ત્વ છે, તેનું કાર્ય સ્વતંત્રપણે તે પોતે કરે છે. તેને બદલે બીજો એમ કહે કે હું તેનાં કાર્ય
કરું,–તો તે અનંતા પદાર્થોના સ્વતંત્ર અસ્તિત્વને માનવો નથી, એટલે તેની માન્યતામાં
અનંત વિપરીતતા છે.
હવે જીવાદિ છ દ્રવ્યોને તો માને પણ આત્માનો શુદ્ધ સ્વભાવ રાગથી પાર અખંડ
જ્ઞાનસ્વભાવ છે તેને ન અનુભવે તો સમ્યગ્દર્શન થાય નહીં.
પુણ્ય અને પાપ બંને ભાવોમાં આકુળતા છે; બંને ભાવો પરસન્મુખ છે, બંને
ચૈતન્યની જુદી જાત છે; તેનાથી ભિન્ન ચૈતન્યવસ્તુ છે તેમાં અનાકુળ સુખ છે. જ્યારે
આવું ભેદજ્ઞાન કરે ત્યારે જ અજ્ઞાનમય આસ્રવથી છૂટીને જીવને જ્ઞાનમય સંવરદશા
થાય એટલે કે ધર્મ થાય. શુભભાવ હો ભલે પણ તે કાંઈ ધર્મરૂપ નથી, તે જ્ઞાનરૂપ નથી.
આમ રાગથી ભિન્ન જ્ઞાનચેતના જીવે કદી અનુભવી નથી. પાપના રાગમાં તો આકુળતા
છે, ને પુણ્યનો જે શુભરાગ તે પણ આકુળતાની જ જાત છે, તે કાંઈ જ્ઞાનની જાત નથી.
જ્ઞાનની જાત તો આકુળતા વગરની સહજ આનંદસ્વરૂપ છે. જેમાં આનંદનું વેદન નહીં
તે જ્ઞાન નહીં.
શ્રી પંચપરમેષ્ઠી ભગવાન પ્રત્યે અનાદર, હિંસકવૃત્તિ, માંસભક્ષણ વગેરે તીવ્ર
પાપભાવો તો મહા દુઃખરૂપ છે, તેનાથી પાપકર્મનો આસ્રવ થાય છે અને તે કર્મ તરફનું
વલણ ભવિષ્યમાં પણ આકુળતા જ ઉત્પન્ન કરશે એટલે કે ભવિષ્યમાં પણ તે દુઃખનું જ
કારણ થશે, આત્માના સુખનું કારણ તે નહીં થાય. એ જ રીતે, પંચપરમેષ્ઠી ભગવંતો
પ્રત્યે આદરભાવ, દયાની વૃત્તિ વગેરે શુભભાવોમાં પણ વર્તમાન આકુળતા છે તથા
તેનાથી જે પુણ્યકર્મનો આસ્રવ થાય છે તે કર્મ તરફનું વલણ